Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

બગસરાના માણેકવાડામાં પરિણીતાએ કોઇ કારણસર ઝેરી દવા પી લીધા બાદ તેની ચાર માસની પુત્રીને સ્તનપાન કરાવતા તેને પણ ઝેરની અસર થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.

માણેકવાડા ગામમાં રહેતા કાજલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.20)ને માવતરે જવુ હોવાથી પતિએ ખેતરમાં સાંત હાંકવાની હોવાથી પછી જવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યુ હતુ. પતિ સહિતના પરીવારજનો સવારે કામે જતા રહ્યા હતા તે બાદ પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. તે બાદ પરિણીતાને બગસરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન પરિણીતાએ તેની ચાર માસની પુત્રી રડતી હોવાથી તેને સ્તનપાન કરાવ્યું હતું. જેમાં બાળકીને પણ ઝેરી દવાની અસર થતા તેને બગસરાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ સ્થિત કે.ટી.ચિલ્ડ્ર્ન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બગસરા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

श्रद्धा मर्डर केस – CCTV में दिखा हत्यारा हाथ में बैग और बॉक्स लिए

Admin

કપડવંજમાં કન્ટેનર ડીપી સાથે અથડાતાં 10 કલાક અંધારપટ બ્રેક ન લાગ્યાની દલીલ, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ

જામનગર શહેર માં વધુ એક રિસવત ખોર ને પકડતી પોલીસ

Karnavati 24 News

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News

દમણ બેવડી હત્યામાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા

Karnavati 24 News

ખારોઇ હત્યા કેસમાં મુંબઈના ક્ચ્છી વેપારી પાસેથી વધુ એક વિદેશી પિસ્તોલ મળી આવી

Karnavati 24 News