Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

આનંદી સંસ્થા અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળીયા મેઈન ચોરાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માળીયા તાલુકા અને નગર પાલિકા તેમજ વાંઢ વિસ્તારમાં વર્ષો જુના પ્રશ્નો વિષે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી

માળિયા મહિલા સંગઠન દ્વારા આવેદન પાઠવીને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે નીચે મુજબ છે

1)માળીયા મેન બજાર માં ખુલી ગટરો ના કારણે બીમારી નું પ્રમાણ વધે છે. જે ખુલી ગટરો બંધ કરવા  માંગ

2) વંચિત સમુદાય ના કુટુંબો ને BPL યાદી માં સમાવેશ.

3) નગર પાલિકા ની વાંઢ વિસ્તાર માં વર્ષો સુધી આંગણવાડી નથી જ્યાં બાળકોના પોષણ અને શિક્ષણ ને ધ્યાનમાં રાખી મીની આંગણવાડી ની માંગ

4) જ્યાં આંગણવાડી છે ત્યાં આંગણવાડી ના મકાનો નથી તેની માંગ.

5) વાંઢ વિસ્તાર માં આ 21 સદીમાં લોકો હજુ પણ અંધકાર માં જીવે છે ત્યાં લાઈટ ની સુવિધા ની માંગ.

6) સસ્તા અનાજ ની દુકાન માંથી પૂરતું, ચોખ્ખું, અને બિલ મળવા ની માંગ

7) વિધવા, એકલ, વિકલાંગ વ્યક્તિને અંત્યોદય રાશન કાર્ડ ની માંગ

8) શાળાઓ માં છોકરા છોકરીયો માટે ટોયલેટ બાથરૂમ ની અલગ સુવિધાઓ,

તે ઉપરાંત રેલી બાદ માળિયા તાલુકાના નવા ચૂંટાયેલા મહિલા સરપંચનું સન્માન આનંદી સંસ્થા અને સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું માળીયા મહિલા શક્તિ સંગઠનના જે જુના અનુભવી આગેવાન બહેનો જેના દ્વારા 15 વર્ષ થી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય અને પોષણ,  કામના અધિકાર ને લઇને લડતો કરેલ તેની સંઘર્ષની ગાથા આગેવાન બહેનો દ્વારા રજુ કરવામાં આવી હતી

 

संबंधित पोस्ट

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેરસભા સંબોધી

Admin

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

Karnavati 24 News

ગુજરાતની કોર કમિટીમાં લેવાયો નિર્ણય: 22મી સુધી જાહેર કાર્યક્રમોમાં 150 વ્યક્તિઓની રહેશે મર્યાદા

Karnavati 24 News