Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું



(જી.એન.એસ) તા.૧૫

અમદાવાદ

રખિયાલમાં રહેતી મહિલા સામે પોલીસ કેસ થયો હતો જેથી પતિનો મિત્ર મદદ કરવાના બહાને ઘરે આવતો હતો અને લગ્નની લાલચ આપીને મહિલા સાથે પ્રેમજાળ પાથરી હતી. બાદમાં મહિલાના ઘરે આવીને તથા હોટલોમાં લઇ જઇને અવાર નવાર  દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતું, મહિલાએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ સેક્સ માટે   તને રાખી હતી લગ્ન કરવાનો ઇન્કાર કરીને ધમકી આપી હતીરખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિના મિત્ર કેતન સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ બેન્ક એકાઉન્ટ ભાડે આપતો હતો જેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. જેથી પતિ નાસતો ફરતો હતો. ત્યારે પતિનો આરોપી મિત્ર મદદ કરવાના બહાને અવાર નવાર મહિલાના ઘરે આવતો હતો. તેમજ મહિલાને તારા પતિને અન્ય સ્ત્રી સાથે લફરુ હોવાની વાત કરી હતી. એટલું નહી મહિલા સાથે ફોન ઉપર વાત ચીત કરીને લગ્નની લાલચ આપતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેમાં આરોપીએ તેને તેની પત્ની સાથે બનતું હોવાથી છુટાછેડા લેવાના અને મહિલાને પણ છુટાછેડા લેવાનું કહીને લગ્ન કરવાનું કહ્યું હતું. દરમિયાન મહિલા સાથે વિશ્વાસ કેળવીને વાંરવાર હોટલ અને તેના ઘરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતુ, દસ દિવસ પહેલા લગ્નની વાત કરતા આરોપીએ તારી સાથે હવસ પૂરી કરવા માટે તને રાખી હોવાની વાત કરીને લગ્ન કરવાનો ઇન્કાર કરીને તું મારાથી દૂર જઇશ તો જીવવા નહી દઉ કહીને મારી નાખવાની ધમકી આપી હતી

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (19/09/2025)

Gujarat Desk

F1 race influence: 2024 Brazilian Huge Prix race competition

Gujarat Desk

આજનું રાશિફળ (03/07/2025)

Gujarat Desk

અમેરિકાના કેન્ટુકીમાં ટેકઓફ પછી કાર્ગો પ્લેન ક્રેશ થતાં 7 લોકોના મોત, 11 ઘાયલ

Gujarat Desk

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો

Gujarat Desk

DRDO ઉદ્યોગને ત્રણ અદ્યતન સામગ્રી ટેકનોલોજી ટ્રાન્સફર કરી

Gujarat Desk