Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારતીય કંપનીઓમાં IPO માટે ઉત્સાહ, રેકોર્ડ તોડ ફાઈલિંગ્સ…!!

ભારતીય કંપનીઓમાં પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO) લાવવા માટે રીતસરની દોડ જોવા મળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮૫થી વધુ કંપનીઓએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યા છે. લગભગ દરેક કાર્યકારી દિવસે કોઈ ને કોઈ નવી કંપની IPO માટે અરજી કરી રહી છે, જે બતાવે છે કે આગામી મહિનાઓમાં પ્રાયમરી માર્કેટ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડા મુજબ, એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં DRHP ફાઈલ થવાનું છેલ્લે ૧૯૯૭માં થયું હતું – જે ભારતીય IPO બજાર માટે સોનાનો સમય ગણાતો હતો.

આ વર્ષે ફાઈલ કરાયેલી અરજીઓની સંખ્યા ૨૦૨૩ અને ૨૦૨૪ના પ્રથમ નવ મહિનાની કુલ અરજીઓ કરતાં વધુ છે, જે લિસ્ટિંગ માટેની ભારે સ્પર્ધાનું પ્રતિબિંબ છે. આઈપીઓ ફાઈલિંગથી લિસ્ટિંગ સુધી સામાન્ય રીતે પાંચથી બાર મહિના લાગે છે. હાલની અરજીઓને ધ્યાનમાં લેતાં, ૨૦૨૬ ભારતીય IPO માર્કેટ માટે એક ઉત્તમ વર્ષ બની શકે છે. બજારની અસ્થિરતા હોવા છતાં, કંપનીઓએ આ વર્ષમાં IPO મારફતે રૂ.૧.૧ લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે, જે ૨૦૨૪માં નોંધાયેલા રૂ.૧.૬ લાખ કરોડના રેકોર્ડને વટાવી શકે છે. દાખલ કરાયેલા ૧૮૫ DRHP માંથી કુલ રૂ.૨.૭૨ લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય છે. ટાટા કેપિટલ, એલજી ઈલેક્ટ્રિક, લેન્સકાર્ટ, ફોનપે, ફિઝિક્સવાલા અને પાઈન લેબ જેવી મોટી કંપનીઓ પણ આગામી દિવસોમાં IPO લાવવા તૈયારીમાં છે.

બજાર નિષ્ણાતોના મતે, IPO માટેના આ ઉત્સાહ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. એક તરફ સ્થાનિક રોકાણકારો દર વર્ષે રૂ. ૩ લાખ કરોડથી વધુનું રોકાણ બજારમાં કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ટેકનોલોજી, રિયલ એસ્ટેટ, આરોગ્ય અને નવી ઉર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં લિસ્ટિંગના નવા અવસર ઉભા થયા છે. છેલ્લા થોડા વર્ષોમાં IPOના સફળ પ્રદર્શન, નાના શહેરોમાં વધતી રોકાણ જાગૃતિ અને અનુકૂળ મૂલ્યાંકનના કારણે DRHP ફાઈલિંગમાં ભારે વધારો જોવા મળ્યો છે. અગાઉ નાના શહેરોની પ્રમોટર-સંચાલિત કંપનીઓ લિસ્ટિંગ માટે સંકોચતી હતી, પરંતુ હવે તેઓ પણ બજારની તેજીનો લાભ લેવા ઉત્સુક બની છે.

संबंधित पोस्ट

સિવિલ હોસ્પિટલ માં ૨૪ કલાક માં ત્રણ અંગદાન, અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું

Gujarat Desk

શું હવે આવશે રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત??

Gujarat Desk

ચાર રાજ્યનો ચૂંટણી પરીણામ લઈને પોરબંદર ભાજપમાં વિજયઉત્સવ : ફટાકડા ફોડો મોઢું મીઠું કરવાની પોરબંદર ભાજપે ઉજવણી કરી સાથે ભાજપ કહ્યું ગુજરાત ની 182 સીટ પર ભાજપ ભગવો લ્હેર રાહવસે તેવી આશા વ્યક્ત કરી

Karnavati 24 News

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે મુંબઈથી પ્રારંભ થયેલી ‘ગોદાવરી પ્રવાહ યાત્રા’નું સુરતમાં ભાવભર્યું સ્વાગત

Gujarat Desk

અદાવત રાખીને હુમલો કરવા મામલે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ

Gujarat Desk

કોંગ્રેસે અત્યાર સુધી જેટલા પણ બંધારણીય સુધારા કર્યા તે દેશ હિતના નહીં પરંતુ સત્તા પર ટકી રહેવા માટેના હતા

Gujarat Desk