Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મહેશ માંજરેકર વિરુદ્ધ ફરિયાદ દાખલ, કોર્ટે તપાસના આપ્યા આદેશ

બોલિવૂડના નિર્દેશક અને અભિનેતા મહેશ માંજરેકરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કોર્ટે ડિરેક્ટર સામે તપાસના આદેશ આપ્યા છે.
પોતાની ફિલ્મોથી હંમેશા ચાહકોને મનોરંજન કરાવનાર ડિરેક્ટર અને એક્ટર મહેશ માંજરેકર (Mahesh Manjrekar) વિશે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) દ્વારા એક મરાઠી ફિલ્મમાં(marathi film) સગીર બાળકો સાથે અશ્લીલ દ્રશ્યો બતાવવા બદલ ફિલ્મ નિર્દેશક અને અભિનેતા મહેશ માંજરેકર વિરુદ્ધ IPC કલમ 292, 34 દાખલ કરવામાં આવી છે. સાથે જ POCSO કલમ 14 અને IT કલમ 67 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે અને કોર્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અંગે થોડા દિવસ પહેલા જ ફરિયાદ નોંધાઈ હતી.

થોડા દિવસો પહેલા એક વિશેષ અદાલતે તેની ફિલ્મમાં કથિત રીતે બાળકોના વાંધાજનક દ્રશ્યો શૂટ કરવા બદલ દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસનો નિર્દેશ આપ્યો હતો. એક વિશેષ POCSO કોર્ટે સ્થાનિક પોલીસને તેમની મરાઠી ફિલ્મ ‘નય વરણ ભટ યાંચ કોની નહીં કુણાચા’ના નિર્માતાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને સૂચિમાં નિર્દેશક અને અભિનેતા મહેશ માંજરેકરનું નામ પણ સામેલ હતું.

સામાજિક કાર્યકર સીમા દેશપાંડેએ ફરિયાદ નોંધાવી હતી
તમને જણાવી દઈએ કે સામાજિક કાર્યકર્તા સીમા દેશપાંડેએ (Seema Deshpande) પોતાના વકીલ પ્રકાશ સાલસિંઘીકર દ્વારા મહેશ માંજરેકર અને બીજા ઘણા લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી અને કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. આ ફરિયાદમાં એવું કહેવામાંઆવ્યુ હતું કે ફિલ્મનું ટ્રેલર જે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમાં માત્ર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બતાવવામાં આવ્યું છે.

સામાજિક કાર્યકર્તા સીમા દેશપાંડેની આ ફરિયાદ બાદ વિશેષ ન્યાયાધીશ એસએન શેખે મુંબઈ સ્થિત માહિમ પોલીસને CRPC જોગવાઈઓ મુજબ આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ પર કાર્યવાહી કરતા આજે મહેશ માંજરેકર વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

#LataMangeshkar: લતા મંગેશકરની હાલત ફરી બગડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

Alia Bhatt Pregnancy Reactions: આલિયા ભટ્ટે શેર કર્યા ગુડ ન્યૂઝ, ચાહકોએ કહ્યું- ‘આટલું જલ્દી’

Karnavati 24 News

કોમેડિયન સુનીલ ગ્રોવરના ચાહકો માટે સારા સમાચાર, હાર્ટ સર્જરી બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ

Karnavati 24 News

દિગ્દર્શક મુશ્કેલીમાં: રામ ગોપાલ વર્મા પર છેતરપિંડીનો કેસ, ફિલ્મ નિર્માણના નામે પૈસા પરત ન કરવાનો આરોપ

Karnavati 24 News

કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા 2 ની સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા

Karnavati 24 News