Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે



(જી.એન.એસ) તા.૩

ગાંધીનગર,

જિલ્લાકક્ષા સ્પર્ધાઓ તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે.ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે.  ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar  લીંક પર મૂકવામાં આવ્યો છે. જે માટે વેબસાઇટ ખોલીને લીંક ઉપર કલીક કરી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લો સિલેકટ કરવાનો રહેશે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાનો વિગતવાર કાર્યક્રમ જોવા મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ કાર્યક્રમના સમય પત્રક મુજબ  ભાગ લેવાનો રહેશે. સ્પર્ધા સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે. જેથી ભાગ લેનાર તમામ ખેલાડીઓ/ટીમોએ સ્પર્ધા સ્થળે સમયસર પહોંચી જવાનું રહેશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

બે દિવસ પહેલાં મોતની રીલ બનાવી, આજે માથું ધડથી અલગ

Gujarat Desk

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી।

Admin

ભાવનગર ક્રાઈમબ્રાંચની ટીમે ઓક્સિજન ટેન્કરની આડમાં લઈ જવાતો 33 લાખનો મસમોટો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, ક્રાઈમબ્રાંચએ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

Gujarat Desk

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!

Gujarat Desk