Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જંબુસરમાં મોડી રાતે બે મકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી

જંબુસરના માલપુરમાં બે મકાનોમાં મોડી રાતે વિકરાળ આગ ભભૂકી, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ

જંબુસર તાલુકાના છેવાડાના માલપુર ગામમાં ગઇકાલે બુધવારે બે મકાનોમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે ઘરની ઘરવખરી અને પાક બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગની ગાડીઓ બે કલાક રહીને આવતા ગ્રામજનોએ જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.
જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં ગઈકાલે રાતના સુમારે આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરનું રાચરચીલું, અનાજ, રોકડ, ઘાસચારો અને કપડા સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો. ઓએનજીસી તથા PI ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરોને મદદે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. બનાવની જાણ જંબુસર મામલતદાર તથા કાવી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો જંબુસરમાં ફાયર સ્ટેશન હોત તો વહેલી મદદ મળી રહેતા નુકશાની ઓછી થાત તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.

संबंधित पोस्ट

રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક અપાવવાની રાજ્ય સરકારની નેમ છે: નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો; રૂ. ૨૪.૬૬ લાખથી વધુની આવક મેળવી

Gujarat Desk

આજ નું રાશિફળ (02/06/2025)

Gujarat Desk

યુકેએ આશ્રય શોધનારાઓ માટે સુરક્ષામાં મોટા પાયે ઘટાડો કરવાની જાહેરાત; નવી યોજના હેઠળ થશે કામકાજ

Gujarat Desk

ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી કરી શકાશે વાંધા અરજી

Gujarat Desk