Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ચૂંટણી ટાંણે જ અલ્પેશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસમાં ગયો હતો એ મારી ભૂલ હતી

આ વખતે બીજીવાર અલ્પેશ ઠાકોર બીજેપીના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા છે. ગત વખતે પેટા ચૂંટણીમાં કારમી હાર રાધનપુર બેઠક પરથી થઈ હતી. પ્રથમ વખત ભાજપની બેઠક ફળી નહોતી ત્યારે બીજી વખત તેઓ ભાજપ તરફથી ગાંધીનર દક્ષિણ બેઠક પરથી દમ લગાવી રહ્યા છે ત્યારે ચૂંટણી ટાંણે જ અલ્પેશ ઠાકોરે ટોણો માર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાઈને ભૂલ કરી હતી. તે માટે માફ કરજો.

ગુજરાતમાં યુવા આંદોલનના ચહેરા તરીકે ઉભરેલા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર 5 વર્ષ પહેલા જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને હવે ભાજપમાં હોવાથી કોંગ્રેસમાં ગયો એની ભૂલ હતી તેવું કહી રહ્યા છે.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કાની યોજાઈ રહી છે. હું આખા દેશને કહી રહ્યો છું કે, કોંગ્રેસમાં જોડાવાની ભૂલ ન કરો. 50 વર્ષીય ગુલામ નબી આઝાદ અને અન્યએ ખોટું સુધારવાની તક મેળવી છે. તેમ અલ્પેશે કહ્યું હતું. એમ પણ કહ્યું હતું કે ભાજપ બહુમતીથી જીતશે. 2017ની ભૂલનું પુનરાવર્તન કરવું ખોટું છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે ભાજપની સરકારમાં અહીં રોડ, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ સુધર્યું છે. ગુજરાતમાં કોઈ ડર નથી, તોફાનો નથી અને સરકાર સુરક્ષા માટે કામ કરી રહી છે. હું દારૂબંધીની વાતો કરતો, રોજગારની વાત કરતો અને શિક્ષણની વાત કરતો. આ તમામ ગુજરાતમાં છે. ભાજપ સરકારે દરેક માટે કામ કર્યું છે. ગરીબ અને પછાત લોકો આગળ આવે તે માટે કામ કરવામાં આવ્યું છે. તેમ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું.

संबंधित पोस्ट

महात्मा गाँधी का जीवन हम सबके लिए प्रेरणादायक है : अखिलेश यादव

पाटीदार बाहुल्य सीटों पर 27 को रोड-शो और सभाएं करेंगे पीएम मोदी

Admin

PM मोदी आज गुजरात की हर गली में चुनावी प्रचार कर रहे हैं: CM गहलोत

Admin

देखें: भारतीय लड़के के रूप में देशभक्ति गीत गाया, पीएम मोदी ने उनके साथ थिरकाया

नवसारी बस हादसे पर सीएम योगी ने जताया दुख, श्रीराम से की प्रार्थना

Admin

अजमेर – ड्यूटी को लेकर अपने सीनियर से कर ली सरेआम झडप

Admin