Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. પરંતુ મેઘરાજા વિદાય લેતા પહેલા રાજ્યને એક મોટી આપદાના ભરડામાં લેતા જશે. રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રાહ્યો છે. આ ખતરો વરસાદનો નહીં પરંતુ વાવાઝોડાનો છે. જો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે, તો રાજ્યમાં ચક્રવાતની આફત આવશે. ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદ ની સીઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ તેના પહેલા એક મોટી આફત નો ખતરો મંડરાઇ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાંથી વાવો ઝાડાનો ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. તેમણે જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડા ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે અંબાલાલ પટેલે દેશ પર વાવાઝોડાની અસરની શક્યતા સાથે બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. તા. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, અને તા. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે તેવી હવામાન શાસ્ત્રીએ આગાહી વ્યક્ત કરી છે.

संबंधित पोस्ट

નવેમ્બર માસમાં આઠ કોર સેક્ટરનો ગ્રોથ ઘટીને ૧.૮% રહ્યો…!!

Gujarat Desk

લાલુ પ્રસાદ યાદવે તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ કરી, પરિવારમાંથી દૂર કર્યા

Gujarat Desk

સ્થાનિક રોજગારમાં મોટો વધારો: મહારાષ્ટ્ર સરકારે જિલ્લા બેંકોમાં 70% નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખી

Gujarat Desk

ઉત્તર પ્રદેશમાં SIR; મતદાર યાદી, જેમાં ૧૫.૪૪ કરોડ મતદારો હતા, તેમાં સુધારો થયા પછી ૨.૮૯ કરોડનો ઘટાડો કરીને ૧૨.૫૫ કરોડ થયા: ઉત્તર પ્રદેશના સીઈઓ નવદીપ રિનવા

Gujarat Desk

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૨૬માં સંબોધન કરવા દાવોસ- સ્વિટ્ઝર્લેન્ડ જશે

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk