Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કેન્દ્ર સરકાર પછાત વર્ગોના ઉત્થાન માટે હંમેશા તત્પર છે: શ્રી રામદાસ આઠવલે



(જી.એન.એસ) તા. 19

વડોદરા,

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી રામદાસ આઠવલે વડોદરાની એક દિવસની મુલાકાતે આવ્યાછે.તેમણે સર્કિટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ ગરીબો-પીડિતો અને શોષિતો ના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે વડોદરા ખાતે કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે બેઠક યોજીને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના વહીવટી તંત્ર દ્વારા એકબીજાના સહયોગથી જરૂરિયાત ધરાવતા નાગરિકોને અનેકવિધ યોજનાઓ થી લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ થવા જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પછાત વર્ગોના કલ્યાણ માટે અમલી યોજનામાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારી માટે લેવાયેલા પગલાઓની વિસ્તૃત જાણકારી મેળવીને કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંલગ્ન વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું. પછાત વર્ગોના વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપ, ભોજન અને નિવાસ સાથેની હોસ્ટેલ સુવિધાઓ બાબતે પણ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે તેવા સઘન પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

संबंधित पोस्ट

પાટણ-સિદ્ધપુર GIDCમાંથી ₹9.80 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૨/૧૨/૨૦૨૫)

Gujarat Desk

સુરત શહેરના મોટા વરાછાના કોર્પોરેટર રાજુ મોરડીયા વિરુદ્ધ ખંડણીની માંગ બાબતે નોંધાઈ પોલીસ ફરિયાદ

Gujarat Desk

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડે જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત રજૂ કરી તમામનું દિલ જીતી લીધું

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ

Gujarat Desk

સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો

Gujarat Desk