Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઓગસ્ટ માસમાં જીએસટી આવક રૂ.૧.૮૬ લાખ કરોડને પાર…!!

ઓગસ્ટ ૨૦૨૫માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક રૂ. ૧.૮૬ લાખ કરોડ સુધી પહોંચી છે. ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ ૨૦૨૪માં આ આવક રૂ. ૧.૭૫ લાખ કરોડ રહી હતી. એટલે કે આ વર્ષે ઓગસ્ટમાં જીએસટી આવકમાં ૬.૫%નો વધારો નોંધાયો છે. જોકે, જુલાઈ ૨૦૨૫માં રૂ. ૧.૯૬ લાખ કરોડની આવક સામે ઓગસ્ટમાં આવક ઘટી છે.

ઓગસ્ટ મહિનામાં જીએસટી રિફંડ રૂ. ૧૯,૩૫૯ કરોડ સુધી ઘટી ગયો છે, જે ગયા વર્ષની તુલનામાં ૨૧% ઓછો છે. પરિણામે રિફંડ બાદની નેટ આવકમાં ૧૦%થી વધુનો વધારો થયો છે. આ વૃદ્ધિમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો સૌથી મોટો ફાળો છે, જેમણે મળીને કુલ જીએસટી આવકમાં ૩૩% હિસ્સો આપ્યો છે.

બીજી તરફ ઇમ્પોર્ટ ડયૂટીની આવક ઓગસ્ટમાં ઘટીને રૂ. ૪૯,૩૦૦ કરોડ રહી છે, જ્યારે જુલાઈમાં આ આવક રૂ. ૫૦,૦૦૦ કરોડ હતી. અમેરિકાના ટેરિફ વૉરના કારણે નિકાસકારો તરફથી માગવામાં આવતા રિફંડમાં ૧૮% ઘટાડો નોંધાયો છે. જીએસટીના માળખામાં સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે આઈજીએસટી અને સેસના કલેક્શનમાં ઘટાડો થયો છે.

નિષ્ણાતો માને છે કે હાલ Wholesale Price Index (WPI) અને Consumer Price Index (CPI)માં ઘટાડો થતો હોવાથી આગામી મહિનાઓમાં જીએસટી કલેક્શન પર દબાણ આવી શકે છે. જોકે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોને કારણે આવનારા મહિનાઓમાં આવકમાં તેજી આવવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. ૨.૩૭ લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.

संबंधित पोस्ट

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામીનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ

Gujarat Desk

નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી

Gujarat Desk

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે વિશેષ જાહેરાતો

Gujarat Desk

જુનાગઢના બાંટવા નપામાં ભાજપના 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

Gujarat Desk

ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ, જનરલ મોહમ્મદ બઘેરી, ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની ગાંધીનગરમાં મુલાકાત

Gujarat Desk