Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અનેક શહેરોમાં પૂરની સ્થિતિ

(જી.એન.એસ) તા. 31

ઇટાનગર,

અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. જેને લઇને સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ઘર, બજાર અને રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા જોવા મળી રહી છે. તો ભૂસ્ખલનની ઘટના બની રહી છે. તો સાથે જ નદીઓ અને નહેરોમાં નવા નીરની આવક થતા નદીઓ અને નહેરો છલકાઇ છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન થઇ રહ્યુ છે.

કુરુંગ કુમે, ઇસ્ટ કામેંગ, સિયાંગ, શિ યોમી, ક્રા દાદી, લોઅર સુબનસિરી, અપર સુબનસિરી, નામસાઇ અને લોહિત સહિત ક્ષેત્રોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સતત થઇ રહેલા વરસાદના કારણે બાના-સેપ્પા રોડ પર ભૂસ્ખલન થયું હતુ. જેના કારણે એક વાહન ખીણમાં ખાબક્યુ હતુ. આ ઘટનામાં બે બાળકો સહિત 7 લોકોના મોત થયા હતા. અહીં બચાવકાર્ય હાથ ધરાયુ છે.

લખીમપુર જિલ્લાની રંગનદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ડેમમાંથી વધુ પાણી છોડાતા અહીં નદીઓની સ્થિતિ વિકટ બની છે. સ્થાનિક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાતા ઘર, પશુધન અને આવશ્યક સંપત્તિઓ નાશ થઇ છે. પૂરથી પ્રભાવિત ભોગનિયા વિસ્તારમાં પાણી ભરાતા મોતની સંખ્યા વધી રહી છે. 40થી વધુ ગામોમાં 1 હજાર કરતા વધુ પરિવાર પ્રભાવિત થયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણીના કારણે રસ્તાઓ તૂટ્યા છે.

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી‘: ભાજપના ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર શહેર ભાજપની કાર્યશાળા યોજાઈ

Gujarat Desk

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Gujarat Desk

કેન્દ્રીય ચૂંટણીપંચ નો મોટો નિર્ણય; ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદા લંબાવવામાં આવી

Gujarat Desk

આજ નું પંચાંગ (૩૦/10/2025)

Gujarat Desk

મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતાં શ્રી શીલકુમાર

Gujarat Desk