Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો અપનાવ્યો



(જી.એન.એસ) તા.૧૧

અમદાવાદ,

મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આયકર વિભાગે ગઈકાલ સવારથી સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા, સી.જી. રોડ પર આવેલી કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર,, NR એન્ડ કંપની, ND ગોલ્ડ જ્વેલરી LLPના રેસીડેન્સિયલ અને ઓફિસ સહિત 15 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દેશના ટોચના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સર્ચ અને સર્વે દરમિયાન જપ્ત થતી રોડક રકમનો ક્લેઈમ કરાયો હોવાના આક્ષેપો કરાયા છે. કમલેશ શાહે આ પ્રકારે રેડમાં જપ્ત કરાયેલી રકમ પોતે પક્ષકારને સાચવવા માટે આપી હોવાનો દાવો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ કરીને કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત થતી બચી જતી હતી. આ પ્રકારે જંગી રોકડ રકમ જપ્ત થતી બચાવવા બદલ કમલેશ શાહ અને તેની સાથે સંડોવાયેલા લોકો કમિશન લેતા હોવાનું પણ લોકોનું માનવું છે. 70 જેટલા આવકવેરા વિભાગના લોકો આમાં જોડાયેલા છે. આવકવેરા વિભાગને સર્ચ ઓપરેશનમાં મોટા પાયે કરચોરી પકડાવવાની સંભાવનાઓ જણાઈ રહી છે. આઈ.ટી. વિભાગ રજનીકાંત શાહના રેસીડેન્શિયલ, નવરંગપુરામાં આવેલું ગૌરાગ પંચાલનું રહેઠાણ, રતનપોળમાં એનઆર એન્ડ કંપની સહિત 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગને આમાં કોઈ મોટી મોડસ ઓપરેન્ડી આચરી હોવાની શંકા વ્યક્ત કરી છે.

संबंधित पोस्ट

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

ફિલ્ડ કેમ્પથી જીઓ-હેરિટેજ સાઇટ્સ સુધી સુખાકારી: જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં 50 કાર્યક્રમો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 માટે તૈયારી

Gujarat Desk

રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન પેશગીનો લાભ લીધો: નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા પરિસર ખાતે હાથમાં હથકડી પહેરી વિરોધ કર્યો

Gujarat Desk

અમેરિકાએ વેનેઝુએલાના એક એવા વિસ્તાર પર “હુમલો” કર્યો હતો જ્યાં ડ્રગ્સ ભરેલી બોટો છે: ટ્રમ્પ

Gujarat Desk

ટ્રમ્પ પ્રશાસને 24 થી વધુ કારકિર્દી રાજદ્વારીઓને વિદેશી હોદ્દા પરથી હટાવ્યા

Gujarat Desk