Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અંકલેશ્વર માં લોકડાયરા વચ્ચે હવામાં ફાયરિંગ કરતો એક યુવાન નજરે પડ્યો

અંકલેશ્વર ના કાપોદ્રા વિસ્તારમાં ગતરોજ લોક ડાયરા નો એક કાર્યક્રમ યોજાયો હતો,અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને તૃષિકુલ ગોધામ દ્વારા યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમમાં લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું,જ્યાં લોક ડાયરા માં નોટો ની વરસાદ વચ્ચે હવા માં ફાયરીંગ કરતો એક યુવાન નજરે પડ્યો હતો,એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવામાં આવી હોવાનું વાયરલ વીડિયો માં નજરે પડ્યો હતો, યુવાન ના હાથમાં રહેલ બંદૂક માંથી ધડાધડ ત્રણ જેટલા ફાયર કરતા યુવાન ઉપર નોટો વરસાદ થતો પણ જોવા મળ્યો હતો ત્યારે યુવાન ના હાથમાં રહેલ બંદૂક અસલી હતી કે નકલી તે મામલે હજુ સુધી આયોજકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું હતું,તેમજ વાયરલ વીડિયો બાદ પોલીસ વિભાગે પણ તપાસ ની તજવીજ હાથધરવાની કવાયત શરૂ કરી હતી મહત્વની બાબત છે કે આજ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ લોકડાયરા અગાઉ ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ કાર્યક્રમ માં પોતાના વક્તવ્ય પણ રજૂ કર્યા હતા,વાયરલ વીડિયો બાદ આખો મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,

संबंधित पोस्ट

દમણ બેવડી હત્યામાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખને 4 વર્ષ કેદની સજા

Karnavati 24 News

 કમલમમાં પેપર લીકનો વિરોધ કરવા પહોચેલા આપના નેતાઓને પોલીસે માર્યા, ગોપાલ ઇટાલિયા થયા ઘાયલ

Karnavati 24 News

મહેસાણા શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા ટેણીયા દ્વારા પાકીટની ચોરી કરી, ધટના CCTV માં કેદ થઈ

Admin

પ્રાંતિજ ના નનાનપુર ખાતે જમીન ખેડવા ને લઈ ને ફાયરીંગ કરી મહિલાને બચકુ ભર્યુ

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

ओपेक के तीन डॉक्टर पर सामूहिक दुष्कर्म का आरोप, मुकदमा दर्ज़

Admin