Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આગામી પાંચ વર્ષમાં વીજ માંગમાં વધારો થવાની શક્યતા…!!

આગામી પાંચ વર્ષમાં દેશમાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રનો મોટો ફાળો રહેશે. વર્ષ ૨૦૨૫થી ૨૦૩૦ના ગાળામાં ભારતની કુલ વીજ માંગ ક્રમિક રીતે વધી ૮૧૭ ટ્રિલિયન વોટ અવર્સ સુધી પહોંચવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આ વધારામાંથી આશરે ૨૦% માંગ માત્ર એઆઈ સંબંધિત વર્કલોડ, ખાસ કરીને ડેટા સેન્ટરોને કારણે ઉભી થશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ મુજબ એઆઈ ક્ષેત્રની વીજ માંગ વર્ષ ૨૦૩૦ પછી પણ ઊંચી જ રહેવાની સંભાવના છે, કારણ કે તે સમય સુધી દેશમાં ડેટા ક્ષમતામાં જોરદાર વધારો થઈ ચૂક્યો હશે.

અગાઉના અંદાજમાં ૨૦૩૦માં વીજ માંગ ૬૬૧ ટ્રિલિયન વોટ અવર્સ રહેવાની ધારણા હતી, પરંતુ એઆઈ અને ડિજિટલ માળખાંના ઝડપી વિસ્તરણને કારણે હવે આ અંદાજ વધુ વધ્યો છે. આગામી પાંચ વર્ષમાં ભારતની કુલ વીજ માંગમાં થતો વધારો અમેરિકા અને યુરોપની સરખામણીએ લગભગ ૩૦% વધુ રહેવાની શક્યતા છે. જો કે આ દેશોમાં પણ ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એઆઈના વધતા ઉપયોગને કારણે વીજ માંગ ઝડપથી વધી રહી છે.

માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગુગલ જેવી વૈશ્વિક ટેક કંપનીઓ દ્વારા ભારતમાં એઆઈ અને ડેટા સેન્ટર ક્ષેત્રે કરવામાં આવેલા જંગી રોકાણની જાહેરાતોએ વીજ માંગ વધવાની ધારણાને વધુ મજબૂત બનાવી છે. રિપોર્ટ મુજબ ૨૦૨૫થી આગામી પાંચ વર્ષમાં ભારતમાં ડેટા ક્ષમતામાં પાંચ ગણો વધારો થવાની સંભાવના છે. ઇન્ટરનેટ વપરાશ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, મોબાઇલ ડેટા અને ક્લાઉડ સર્વિસિસના ઝડપી વિસ્તરણને કારણે ડેટા પ્રોસેસિંગની જરૂરિયાત સતત વધી રહી છે. આ પરિબળો સાથે એઆઈનો વ્યાપ વધતા, આવનારા વર્ષોમાં વીજ ક્ષેત્ર માટે નવી પડકારો અને તકો ઉભી થવાની સંભાવના છે.

संबंधित पोस्ट

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે રિજનલ બેલેન્સ્ડ ડેવલોપમેન્ટ અને ઈન્ક્લુઝિવ ગ્રોથ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ

Gujarat Desk

ઉત્તરી અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફ નજીક 6.3 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

Gujarat Desk

11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026 યોજાશે

Gujarat Desk

મેડાગાસ્કરના અનેક શહેરોમાં ફરી શરૂ થયો સરકાર વિરોધી પ્રદર્શનો

Gujarat Desk

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

આજ નું પંચાંગ (૧૮/૧૨/૨૦૨૫)

Gujarat Desk