Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તાપીના વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજની રિપેરિંગ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત



(જી.એન.એસ) તા. 16

તાપી,

તાપીનાં વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજનું સમરકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે અને એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરશે તેવી માગ ઉચ્ચારી છે. પોલીસ, મામલતદાર અને પાણી-પુરવઠાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.

આ મામલે માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં બુહારી ગામ પાસે પાણી-પુરવઠા દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, અચાનક ભેખડ ધસી પડતાં તેની નીચે દબાઈ જતાં ત્યાં કામ કરતો વ્યારા તાલુકાનાં ભોજપૂર ગામનો વતની 25 વર્ષીય તેજસ જગદીશ કોંકણીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે સાથે એજન્સી સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૃતકનાં પરિવારજનો તેમ જ આદિવાસી આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકારવામાં આવશે એવી માંગ પણ ઊઠી હતી અને અંદાજિત 1 કલાકથી બુહારી-વાલોડ માર્ગ બંધ હોવાની સ્થિતિમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને સમજી પોલીસ તેમ જ મામલતદાર અને પાણી પુરવઠાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

संबंधित पोस्ट

WHO એ દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા હાકલ કરી

Gujarat Desk

વડનગરનું પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શો ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ

Gujarat Desk

ભારે વરસાદ અને પૂરને કારણે પંજાબમાં શાળાઓ, કોલેજો 7 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

Gujarat Desk

નવેમ્બર માસમાં એશિયાઈ ચલણોમાં રૂપિયાની સૌથી નબળી કામગીરી..!!

Gujarat Desk

રોકડ, લક્ઝરી કાર અને વધુ: ED એ દિલ્હી, હરિયાણામાં દરોડામાં UAE સ્થિત વોન્ટેડ ગુનેગાર સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત કરી

Gujarat Desk

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News