Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરાયું; દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણોને મનપાએ દૂર કર્યા

(જી.એન.એસ) તા. ૨૩

ભાવનગર,

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો ને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે, ભાવનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. જેમાં દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણોને મનપાએ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.

મીડિયા સુત્રો પાસેથી પ્રાપ્તથતી માહિતી અનુસાર દબાણમાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 8 રૂમો સહિતના ભાગ પર JCB ફરી વળ્યું છે. તેમજ મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું છે. દબાણની કામગીરીમાં મનપાના દબાણ વિભાગ સહિત LCB, SOG તથા PGVCL અને ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી છે. તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે ઉભા કરાયેલા 1500 મીટર જેટલી જગ્યા પરનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

संबंधित पोस्ट

મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!!

Gujarat Desk

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી મંદિરથી પરંપરાગત જળયાત્રા યોજાઈ

Gujarat Desk

સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને કુલ રૂ. 5.91 કરોડનો દંડ અને 5 વર્ષની સજા ફટકારી

Gujarat Desk

ચોમાસા પૂર્વેની અસર: બિહાર સહિત 3 રાજ્યોમાં 57ના મોત, આસામમાં પૂરથી 7 લાખ લોકો પ્રભાવિત; 21-24 મે સુધી વરસાદની ચેતવણી

Karnavati 24 News

પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા પર ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ

Gujarat Desk