Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાઢુભાઇ આઇસ્ક્રીમ લઇને આવ્યા ત્યાં સુધીમાં યુવકનું હૃદય થંભી ગયું, યુવાનને હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું



(જી.એન.એસ) તા.૧૦

મોરબી,

મોરબી જિલ્લામાં વધુ ત્રણ વ્યક્તિનાં અપમૃત્યુથી અરેરાટી પ્રસરી ગઇ છે. જેમાં સાઢુભાઇને આઇસ્ક્રીમ લાવવાનું કહ્યા બાદ યુવાનને હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે ઘૂટું ગામે બોરમિલ મશીનમાં ફસડાઇ પડતા અને રાતાવીરડા ગામે લેબર ક્વાર્ટર પરથી પડી જતાં યુવકનાં મોત નીપજ્યા હતા. તલાવીયા શનાળા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ કગથરા નામના યુવાને ગઇકાલે સવારે પોણા અગિયાર વાગ્યે પોતાના સાઢુભાઈ હરખાભાઇને આઈસ્ક્રીમ લાને આવવા કહ્યું હતું. જેથી હરખાભાઇ આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા. એ સમયે  ભરતભાઈ કગથરા પોતાના રૃમમાં સુતા હતા. જેને જગાડતા તેઓ જાગ્યા ના હોવાથી રીક્ષામાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા. મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આવેલ રોલટાસ પેપર એલએલપી કારખાનામાં કામ કરતા પવનકુમાર મહેશપ્રસાદ નામના યુવાન કામ કરતી વખતે બોરમિલ મશીનમાં આવી જતા મોત થયું હતું. મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ સ્પેકોન કારખાનામાં રહીને મજુરી કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ નામના યુવાન લેબર ક્વાર્ટરના પહેલા માળે પાળી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

संबंधित पोस्ट

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

Admin

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પદભાર પદભાર સંભાળતા શ્રી પંકજ જોષી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

Gujarat Desk

ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેંટર, ડિજિટલ  જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર શ્રીના હસ્તે મોબાઈલ વાનનું ફ્લેગ ઑફ કરવામાં આવ્યું

Gujarat Desk

ઇલ્હાન ઓમર પર હુમલો થયા બાદ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા જાહેર થઈ, ‘તેણીએ કદાચ જાતે જ સ્પ્રે કર્યું હશે…’

Gujarat Desk

કેવો રહી શકે છે તમારો આજનો દિવસ (22/06/2025)

Gujarat Desk