Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાયબર ગઠિયાઓનો આતંક : મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી યુવતીના ૫.૯૪ લાખ પડાવ્યા



(જી.એન.એસ) તા.૧૦

ગાંધીનગર,

હાલમાં સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ગઠિયાઓ દ્વારા ૫.૯૪ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા છે. જે સંદર્ભે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં છેલ્લા થોડા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે સાઇબર ગઠિયાઓ દ્વારા લોકોને અલગ અલગ કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો કરોડો રૃપિયા પડાવી લેવામાં આવે છે ત્યારે આ વખતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી આઈ બી એમકંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી મૂળ સૌરાષ્ટ્રની અને હાલ રાદેસણમાં પીજીમાં રહેતી યુવતી ભક્તિબેન વિઠલાણીને નિશાન બનાવવામાં આવી છે. યુ ડી આઇ ડિપાર્ટમેન્ટમાંથી સિનિયર વેરિફિકેશન ઓફિસર રાહુલ શર્માએ ફોન કરીને કહ્યું હતું કેતમારું આધાર કાર્ડ હોટેલ અને ટ્રાવેલ્સ બુકિંગના નામે મિસયુસ થઈ રહ્યો હોવાથી વેરિફિકેશન કરવાનું છે ત્યારબાદ તેણે સ્કાયપે આઇડી મોકલ્યું હતું અને તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોગીન કરીને જોયું તો દિલ્હી પોલીસનું આઈ કાર્ડ હતું ત્યારબાદ તેને વીડિયો કોલ આવ્યો હતો અને એટલે ભક્તિએ તેનું આધારકાર્ડ વેરીફાઈ કરવા માટે મોકલી આપ્યું હતું. આ દરમિયાન આ વ્યક્તિએ લોન્ડરિંગ સાથે આધાર કાર્ડ લિંક હોવાનું અને અન્ય બેન્ક એકાઉન્ટમાં પણ આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાનું કરી એકાઉન્ટ બ્લોક કરવાની વાત કરી હતી. જેના પગલે તે ગભરાઈ ગઈ હતી અને પોતાના બેંક એકાઉન્ટની વિગતો આપી દીધી હતી ત્યારબાદ અલગ અલગ વિભાગના નામે આ વ્યક્તિઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી ૫.૯૪ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે ત્યારબાદ તેણીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાં આ સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી.

संबंधित पोस्ट

હું ઝેલેન્સકીને મળ્યો, ટૂંક સમયમાં પુતિનને પણ મળીશ; રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવવો જ જોઇએ: ટ્રમ્પ

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ગુણાતિતપુર ખાતે પ્રાકૃતિક કૃષિના મૉડેલ ફાર્મની મુલાકાત લીધી

Gujarat Desk

તેલંગાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર; 11 ફેબ્રુઆરીએ મતદાન, 13 ફેબ્રુઆરીએ પરિણામો

Gujarat Desk

આજનું રાશિફળ (૧૯/૧૨/૨૦૨૫)

Gujarat Desk

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

Karnavati 24 News

આજનું પંચાંગ (૨૯/૦૧/૨૦૨૬)

Gujarat Desk