Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી



(જી.એન.એસ) તા.૭

અમદાવાદ,

આગામી 48 કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે.  હવામાન  નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ગુજરાતીઓને આગામી 48 કલાક થરથરાવી દેતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રવિવાર રાત્રિથી ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 48 કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શક્યતા જોવા મળશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડના અનેક ભાગોમાં હાજા ગગડાવશે એવી કાતિલ ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જીલ્લામાં તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. 6.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે અમદાવાદમાં ન્યુનતમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા છે.

संबंधित पोस्ट

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

આજ નું પંચાંગ (23/09/2025)

Gujarat Desk

દેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અમદાવાદની ઈસનપુર પોલીસ

Gujarat Desk

પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા પર ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ

Gujarat Desk

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

દસાડાના વણોદ ગામે યુવક પર ચાર શખ્સનો લાકડી વડે હુમલો, શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat Desk