Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

રાજકોટમાં કોરોનાની ફરી એન્ટ્રી: કોઇ પણ જાતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા પતી પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

લાંબા સમય બાદ કોરોના ફરી રાજકોટમાં એન્ટ્રી લીધી છે. રાજકોટમાં એક સાથે બે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ભયની માહોલ સર્જાયો છે. રાજકોટના એક યુગલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. અને પતિ પત્ની બને એ વેક્સિનના બંને ડોઝ લીધા છતાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ઘણા દિવસો બાદ કોરોનાએ એક વ્યકિતનો ભોગ લીધો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં કોરોનાના કેસ નોંધાયા છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોટડા સાંગાણીમાં આઠ વર્ષનો બાળક કોરોના સંક્રમીત બન્યો છે. રાજયમાં કોરોનાના નવા ર૪ કેસ નોંધાયા હતા. જેની સામે આઠ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. રાજકોટ શહેરમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. શહેરના અક્ષર માર્ગ પર રહેતા પતિ-પત્ની કોરોનામાં સપડાયા છે. ૩૭ વર્ષના પતિ અને ૩પ વર્ષની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બન્નેએ વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા છે. અને કોઇ જ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી રાજકોટમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

संबंधित पोस्ट

લંડનમાં વિરોધ પ્રદર્શનકારીઓ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના નિશાન સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા

Gujarat Desk

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અનેક શહેરોમાં પૂરની સ્થિતિ

Gujarat Desk

વેનેઝુએલા નજીક કથિત ડ્રગ જહાજ પર અમેરિકાનો નવો હુમલો

Gujarat Desk

તાઇવાનને તેના પ્રદેશની આસપાસ 22 PLA ઉડાન, 10 PLAN જહાજો મળ્યા

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૬૦૬  પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

ગ્રેટ વ્હાઇટ શાર્ક દ્વારા સર્ફરના મોત બાદ સિડની બીચ પર ડ્રોન અને હેલિકોપ્ટર તૈનાત

Gujarat Desk