Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

અરવલ્લી જીલ્લા એલસીબી,એસઓજી અને બાયડ પોલીસના બે દિવસ થી વાઘવલ્લા ગામમાં ધામા નાખ્યા
વાઘવલ્લા ગામના ખેતરો ખૂંદતી જીલ્લા પોલીસ

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે અરવલ્લી,મહીસાગર અને ખેડા જીલ્લાની સરહદ પર આવેલા બાયડ તાલુકાના વાઘવલ્લા ગામમાં 11 ખેતરમાં ખેતીની આડમાં થતી ગાંજાની ખેતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે બે દિવસથી જીલ્લા પોલીસતંત્ર વાઘવલ્લા ગામના ખેતરોમાં પડાવ નાખી ડ્રોનની મદદથી વિપુલ પ્રમાણમાં ગાંજાની ખેતી ઝડપી પાડી લાખ્ખો રૂપિયાના ગાંજાના છોડ ઉલેચી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા પોલીસને વાઘવલ્લા ગામમાં કેટલાક ખેડૂતોએ ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધર્યું હતું એક ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાયા પછી ધીરે ધીરે વાઘવલ્લા કેટલાક ખેતરોમાં પાક વચ્ચે ગાંજો લહેરાતો જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી અને વધુ પોલીસ કાફલો મંગાવી લઇ ખેતરોની આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો

વાઘવલ્લા ગામમાં એક પછી એક ખેતરમાં ગાંજાની ખેતી જોવા મળતા પોલીસે ડ્રોનની મદદથી ખેતરોનું સર્ચ ઓપેરેશન હાથધરાતા અધધ 11 જેટલા ખેતરમાંથી ખેતી પાકની વચ્ચે ગાંજાના છોડ મળી આવતા પોલીસે તમામ ખેતરોમાંથી ગાંજાની લણણી શરૂ કરી દીધી છે પોલીસ દ્વારા ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડી સાંજે કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને એ સમયે જ કેટલાનો મુદ્દામાલ એ સમગ્ર હકીકત જાણી શકાશે. પરંતુ 11 જેટલા મોટા ખેતરોમાં ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાની કિંમતનો થવાની શક્યતા રહેલી છે

संबंधित पोस्ट

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin

ફતેપુરા તાલુકાના ડુંગરા ગામ ફોરવીલર ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને અડફેટે લેતા રાહદારી મોતને ભેટ્યો..

Admin

 મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ MD નિશિથ બક્ષીને ₹25,000નો દંડ કરાયો, હજી 144 સેમ્પલનાં ચુકાદા બાકી

Karnavati 24 News

સુરત:મિલો માંથી કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદી ફરી એક વાર બની દૂષિત,દૂષિત પાણીથી કીમ નદીમાં અસંખ્ય માછલાંઓના મોત.

Karnavati 24 News

જામનગર માં સસરાના આપઘાત બદલ પુત્રવધુ સામે ગુન્હો નોધાયો. .

Admin

લખનૌની હોટલમાં પ્રોપર્ટી ડીલરે ફાંસી લગાવી આત્મહત્યા: સુસાઈડ નોટમાં કહ્યું, મારા મોત અંગે પરિવારને જાણ ન કરો, અપશબ્દો હશે

Karnavati 24 News