Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વૈશ્વિક વેપારમાં તેજીની સંકેત : WTOએ વર્ષ ૨૦૨૫ માટે વૃદ્ધિનો અંદાજ વધારી ૨.૪% કર્યો…!!

વિશ્વ વેપાર સંગઠન (WTO) એ ૨૦૨૫ માટે વૈશ્વિક વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને ૨.૪% કર્યો છે, જે અગાઉના ૦.૯%ના અનુમાન કરતા નોંધપાત્ર સુધારો છે. સંગઠનના જણાવ્યા મુજબ, વર્ષના પ્રથમ છ મહિનામાં અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શનના આધારે આ સુધારેલો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. નિકાસ અને આયાતની સરેરાશથી માપવામાં આવેલી વૈશ્વિક માલ વેપાર વૃદ્ધિ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪.૯% રહી હતી, જ્યારે ડોલર મૂલ્યના આધારે વૈશ્વિક વેપારનું કુલ મૂલ્ય ૬% વધ્યું હતું. ૨૦૨૪માં ૨%ની વૃદ્ધિ બાદ આ વધારો નોંધાયો છે.

WTOએ એપ્રિલમાં વિશ્વ વેપાર વોલ્યુમમાં ૦.૨%ના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જ્યારે અમેરિકા દ્વારા ટેરિફ યુદ્ધના સંકેતો સામે આવ્યા હતા. હવે સુધારેલા અનુમાન મુજબ ૨૦૨૫માં વૃદ્ધિ જોવા મળશે, પરંતુ ૨૦૨૬ માટેના અંદાજને ૨.૫%થી ઘટાડી ૦.૫% કરવામાં આવ્યો છે – જે દર્શાવે છે કે ટેરિફનો પ્રભાવ આગામી વર્ષે વધુ સ્પષ્ટ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ એ છે કે આયાતકારોએ ભવિષ્યના ટેરિફ વધારા અથવા નીતિ પરિવર્તનને ધ્યાનમાં રાખીને વધુ ઓર્ડર આપ્યા છે. સાથે જ, સેમિકન્ડક્ટર, કમ્પ્યુટર, સર્વર અને મેન્યુફેક્ચરિંગ સાધનો જેવા એઆઈ – સંબંધિત ઉત્પાદનોની વધતી માંગ પણ મુખ્ય પરિબળ છે.

યુએસમાં ઇન્વેન્ટરી ડોલર મૂલ્યના દ્રષ્ટિકોણથી રેકોર્ડ સ્તરે પહોંચી છે. વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ઉત્તર અમેરિકાની આયાત ૧૩.૨% વધીને નવી ઉંચાઈએ પહોંચી – જેમાં ફાર્માસ્યુટિકલ્સ અને કિંમતી ધાતુઓ, ખાસ કરીને સોનાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ખાસ વાત એ છે કે ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં ૪૨% હિસ્સો એઆઈ – સંબંધિત માલના વેપારથી આવ્યો છે, જ્યારે તેમનો કુલ વૈશ્વિક વેપારમાં હિસ્સો માત્ર ૧૫% છે – જે દર્શાવે છે કે એઆઈ – સંબંધિત ટેક્નોલોજી વૈશ્વિક વેપારની નવી દિશા નક્કી કરી રહી છે.

संबंधित पोस्ट

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

Gujarat Desk

બીહારના દરભંગામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે 90 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Gujarat Desk

આજનું રાશિફળ (28/08/2025)

Gujarat Desk

આજ નું પંચાંગ (૩૦/10/2025)

Gujarat Desk

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

Karnavati 24 News

તહેવારોની મોસમ બાદ પણ નવેમ્બર માસમાં ઓટો ઉદ્યોગમાં માંગ ઊંચી…!!

Gujarat Desk