Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

૫૦ વર્ષીય વ્યક્તિનું બ્રેઇનડેડ થતા પરિવારે એકજૂટ થઈ અંગદાનનો નિર્ણય કર્યો



અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન

અમદાવાદ/ગોંડલ,

સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન કરવામાં આવ્યું; અમદાવાદની  સિવિલ હોસ્પિટલનું રીટ્રાઇવલ (અંગોને કાઢવાનુ) ઓપરેશન થીયેટર વોર રૂમ બન્યું હતું. આ જંગ હતી કોઇ જરૂરિયાતમંદને નવજીવન આપવાની, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં મળેલા અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા ચાલુ હતી. આ સ્પેશ્યાલિસ્ટ તબીબો પળે પળની તકેદારી, સજાગતા રાખીને પોતાના કુનેહથી મહત્તમ અંગો દાનમાં મળી શકે તે પ્રયાસો કરી રહ્યાં હતા. આખરે સવારે સવારે ૭:૦૦  કલાકે, ૫  કલાકની મહેનતના અંતે પરિણામ મળ્યું . જેમાં હ્રદય, 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું. આજે આ તબીબોને એક તરફ દર્દીનું જીવ ન બચાવી શકવાનું દુ:ખ હતું તો બીજી તરફ 4 જેટલા પીડિત , જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો આનંદ !

મળતી માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ ખાતે રહેતા ૫૦ વર્ષીય દિનેશ નકુમ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તા. ૧૯/૦૧/૨૦૨૫ ના રોજ કામ કરતી વખતે પગ લપસી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી આ ઇજાની પ્રાથમિક સારવાર માટે તેમને ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. અહીંના તબીબોને સ્થિતિ નિયંત્રણ બહારની જણાતા તેઓને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટે કહેવામાં આવ્યું.  જેથી દિનેશભાઇ નકુમને તા.૨૩ જાન્યુ-25 ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. અહીંના તબીબોએ સમગ્ર તપાસ હાથ ધરી પરંતુ અંતે તો પ્રભુને ગમ્યુ એ જ થયું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. ૨૭ જાન્યુ-25 ના રોજ દિનેશ નકુમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા.

બ્રેઇનડેડ જાહેર થતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. પરંતુ હવે પોતાનું સ્વજન રહ્યું નથી પરંતુ અન્યને મદદરૂપ થવાનો ભાવ આ પરિવારમાં જીવંત હતો. જેથી જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યુ, ત્યારે ગણતરીની મીનિટોમાં જ સમગ્ર પરિવારજનોએ એકજુથ થઈને અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાનના નિર્ણય બાદ તા. ૨૮ જાન્યુ-25ના રોજ સવારે ૭:૦૦ વાગ્યે રીટ્રાઇવલની પ્રક્રિયા પૂર્ણ કરી, ૫ કલાકોની અથાગ મહેનત બાદ હ્રદય, 2 કિડની અને 1 લીવરનું દાન કરાયું.

અંગદાનથી મળેલ 2 કીડની અને 1 લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવાના પ્રયાસો હાથ ધરાયા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૭૬ અંગદાતાઓ થકી કુલ ૫૭૨ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૫૪ જરૂરિયાતમંદ પીડિત વ્યકિતઓને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.

संबंधित पोस्ट

આરબીઆઈ દ્વારા ડિસેમ્બર માસમાં રેપો રેટમાં ૦.૨૫% ઘટાડાની શક્યતા : મોર્ગન સ્ટેન્લી

Gujarat Desk

અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા

Gujarat Desk

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

Gujarat Desk

ભારતનું ફોરર્કસ રિઝર્વ વધીને ૬૮૭.૨૬ અબજ ડોલર…!!

Gujarat Desk

‘SIR પર ચર્ચા માટે વિપક્ષની માંગ નકારી નથી, અમને જવાબ આપવા માટે સમય આપો’: રાજ્યસભામાં કિરેન રિજિજુ

Gujarat Desk

ફેડની અનિશ્ચિતતા વચ્ચે ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે દબાણ…!!

Gujarat Desk