Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫

(જી.એન.એસ) તા. 26

ગાંધીનગર,

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું આજ તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.

ઉપરોક્ત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, આજે તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવેલ નથી. 

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉક્ત વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે.  જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્‍ક પર જઈને જોઈ શકાશે.   

 ઉમેદવારીપત્રો તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી રજુ કરી શકાશે.

संबंधित पोस्ट

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિસ્ફોટ પાછળના ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી

Gujarat Desk

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

Gujarat Desk

એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું.

Gujarat Desk

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

Gujarat Desk

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક

Gujarat Desk

ગાંધીનગર: ધોલેરામાં 1305 કરોડનો ખર્ચે કાર્ગો એરપોર્ટ, નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટનું થશે નિર્માણ

Karnavati 24 News