Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી



(જી.એન.એસ) તા.૧૦

સુરત,

વરાછામાં રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ઇન્ટન ડોકટરે બુધવારે રાતે અભ્યાસના લીધે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીમાં ધામેલગામની વતની અને હાલમાં વરાછા રોડ પર હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી. જોકે બુધવારે રાતે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે કહ્યુ કે, જાનવીએ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના લીધે માનસિક તાણ અનુભવતી હોવાથી સારવાર કરતા હતા અને દવા ચાલતી હતી. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો એક ભાઇ અને એક બહેન ડોકટર છે. તેના પિતા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે.

संबंधित पोस्ट

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

Karnavati 24 News

સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

કોરોનાવાયરસ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 185 કેસ નોંધાયા, રાજ્યમાં 980 એક્ટિવ કેસ

Gujarat Desk

આઇફોન નિર્માતા ફોક્સકોનનું તમિલનાડુમાં રૂ.૧૫૦૦૦ કરોડનું રોકાણ…!!

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય

Gujarat Desk