Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હિટવેવથી બચવા સાવચેતી રાખવા જી.એન.એસ- નેશનલ વાયર ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર અપીલ



માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ

‌

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા જી.એન.એસ- નેશનલ વાયર ન્યૂઝ એજન્સી અને આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ.

અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે.

સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો:

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ.

          શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય.

          ખુબ તરસ લાગે, વધુ પરસેવો થવો.

          ગભરામણ થાય.

          ચક્કર આવે.

          શ્વાસ ચડવો.

          હૃદયના ધબકારા વધી જાય.

          બેભાન થવું, શરીરમાં નબળાઇ આવવી.

          ગરમ, લાલ અને સુકી ચામડી થવી.

સન સ્ટ્રોક થી બચવા:-

          વધુ ગરમીમાં બિનજરૂરી બહાર જવું નહી.

          વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો જેવા કે લીંબુ શરબત, શેરડીનો રસ, તાજા ફળોનો રસ પાણી, ઓ.આર.એસ વગેરે.

          લાંબો સમય સુધી તડકામાં ઊભા રહેવું નહીં.

          આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

          આંખો પર ગોગલ્સ પહેરવા, માથા પર ટોપી પહેરવી.

          ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું.

          નાનાં બાળકો, સગર્ભા સ્ત્રી, વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહીં.

          લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં.

          ખુલ્લા પગે તડકામાં ચાલવું નહીં.

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરાવી સલાહ અને સારવાર લેવી.

संबंधित पोस्ट

આજ નું રાશિફળ  (07/11/2025)

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

રેલવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા કન્ફર્મ સીટો સાથે અંતિમ પેસેન્જર ચાર્ટ જારી કરશે

Gujarat Desk

ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય

Gujarat Desk

બંગાળ વિધાનસભામાં ફરીવાર હંગામો: ભાજપ-ટીએમસી ધારાસભ્યો આવ્યા સામ-સામે, એક હોસ્પિટલમાં દાખલ

Gujarat Desk

અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી

Gujarat Desk