Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ



(જી.એન.એસ) તા. 31

અમદાવાદ/ગાંધીનગર,

હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે:-

       કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.

       પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

       જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.

       ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

       APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા

       APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.

संबंधित पोस्ट

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરવા રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

Karnavati 24 News

ખેલ મહાકુંભના પરિણામે ૧૧ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ, સિલ્વર અને બ્રોચ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

Gujarat Desk

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

ગુજરાતમાં પ્રસરી મધની મીઠાશ; મધમાખી પાલન બન્યો ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ

Gujarat Desk

તાઇવાનને શસ્ત્રોના વેચાણ પર ચીને અમેરિકન સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા

Gujarat Desk

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin