Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ અલર્ટ છે. તથા માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે 23 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

24 જૂનની આગાહી

24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

25 જૂનની આગાહી 

25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે. 

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ચ ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકા,સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. વડોદરા શહેરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં નોકરી ધંધે જનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

संबंधित पोस्ट

વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત કૌશલ્ય વિકાસ અને શિક્ષણની આવનારા સમયમાં તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનિયમિત વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરવા સતત પ્રયત્ન કરું છું. :- પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભાઈ વાળંદ

Gujarat Desk

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

દિલ્હી રમખાણ કેસ: આરોપી ખાલિદ સૈફીને ભત્રીજાના લગ્ન માટે ૧૩ દિવસના વચગાળાના જામીન મળ્યા

Gujarat Desk

યુકેમાં મોટરસાઇકલ ચોરાઈ ગયા બાદ ભારતીય બાઇકર યોગેશ અલેકારીનો વિશ્વ પ્રવાસ અટકી ગયો

Gujarat Desk

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે આખરે યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો

Gujarat Desk

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવતા રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકમાં કામકાજ

Gujarat Desk