Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં 48 કલાક પડશે કાતિલ ઠંડી : હવામાન વિભાગની આગાહી



(જી.એન.એસ) તા.૮

અમદાવાદ,

ગુજરાતમાં 48 કલાક કાતિલ ઠંડી પડશ ત્યારબાદ ઠંડીની તીવ્રતામાં થોડો ઘટાડો થવાની શરૂઆત થશે. હવામાન વિભાગના અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં થોડો વધારો થશેહવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, 48 કલાક પડશે કાતિલ ઠંડી, પછી તાપમાનમાં વધારો થશે, આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જો કે, ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. નલિયામાં 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અબડાસામાં બરફની ચાદર જામી હતી. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે.

संबंधित पोस्ट

ડૉ. મનસુખ માંડવિયા 4-6 નવેમ્બર 2025 દરમિયાન દોહામાં યોજાનારી બીજી વિશ્વ સામાજિક વિકાસ સમિટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

Gujarat Desk

શું હવે આવશે રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત??

Gujarat Desk

BMC ચૂંટણી: રાજ ઠાકરેએ 53 MNS ઉમેદવારોની યાદી જાહેર કરી; એક ઉત્તર ભારતીય અને બે મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા

Gujarat Desk

સેક્ટર 32 ફાર્મસી ફાયરિંગ બાદ ચંદીગઢ પોલીસે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટરોને પકડ્યા

Gujarat Desk

ચીન ‘શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘન’ માટે ભૂતપૂર્વ સિક્યોરિટીઝ નિયમનકારની તપાસ શરુ

Gujarat Desk

વલસાડ રૂરલ પોલીસે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે ઘરડાઘરના વડીલો સાથે ગરબા રમી હૂંફ પુરી પાડી

Karnavati 24 News