Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ

મૂળી તાલુકાનાં ગઢડા અને પંપાળીયા આસપાસનાં ગામોમાં કાર્બોસેલ અને ફાયરક્લે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ ખનીજને કોઇપણ જાતની પરવાનગી વગર સ્થાનિક તંત્રની મીલી ભગતથી ખુલ્લેઆમ વહન કરવામાં આવી રહયું છે.જયારે નિચેથી ઉપરનાં લેવલે મોટા પાયે લ્હાણી થતી હોવાથી ગૌચરની જમીનમાં ઠેરઠેર ખાડાઓ કરી દેવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે.

….મૂળી પંથકનાં પેટાળમાં ખુબજ માત્રામાં ખનીજ ધરબાયેલુ છે. જેમાં કાર્બોસેલ, ફાયરક્લે, રેતી, માટી, સહિતનો સમાવેશ થાય છે. આ ખનીજ મેળવવા ખાણખનીજ વિભાગ પાસે મંજુરી લેવાની હોય છે.જેમાં અમુક હીસ્સો સરકારી દફતરે જમાં કરાવવો પડે છે.પરંતુ મૂળી તાલુકામાં જાણે રામ રાજને પ્રજા સુખી હોય તેમ લાગી રહયું છે. કારણકે મૂળી તાલુકાનાં ગઢડા અને પંપાળીયા ગામ આસપાસમાં વિપુલ પ્રમાણમાં કાર્બો અને ફાયરલે મળી આવે છે. આ ગામોમાં બેફામ રીતે કોઇપણ જાતની પરવાનગી વગર ખનીજનું ખોદકામ અને વહન થઇ રહયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
જ્યારે આ ખોદકામ મુખ્યત્વે ગૌચર અને માલીકીની જમીનમાં જ કરાતુ હોવાથી પશુપાલકો પર તેની ભારે અસર પડી રહી છે. આ બાબતે ખાણખનીજનાં એન એમ કણઝરીયા સહિતનાંએ વહેલી સવારે ગઢડા આસપાસ તપાસ આરંભી હતી. જેમાં રાહુલભાઇ જેમાભાઇ,વેલાળાનાં સગ્રામભાઇ લાભુભાઇ ખાંભલા,વડધ્રાનાં જયસુખભાઈ, કળમાદનાં ખીમજીભાઇ લાલાભાઇ રોજીયા, દાધોળીયાનાં ભરતભાઇ જાંબુડીયાને અલગ અલગ જગ્યાએથી પાંચ ચરખી કાર્બોસેલસાથે ખનીજ ચોરી કરતા ઝડપી કાર્યવાહી હાથ ધરાતા ભુમાફિયાઓમાં ભાગદોડ સાથે ખનીજ વહનમાં બ્રેક લાગી જવા પામી છે.

संबंधित पोस्ट

ટેસ્લાની લાંબા સમયથી રાહ જોવાતી રોબોટેક્સી સેવા ટેક્સાસમાં $4.20 રાઇડ્સ સાથે શરૂ થઈ

Gujarat Desk

ડિજિટલ અરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યા

Gujarat Desk

ટ્રમ્પ પહેલને વેગ આપવા માટે પ્રતીકાત્મક પગલા તરીકે કઝાકિસ્તાન ઇઝરાયલ સાથે અબ્રાહમ કરારમાં જોડાવા માટે તૈયાર

Gujarat Desk

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલ એફઆઈઆર થઈ રદ

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદીએ ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી

Gujarat Desk

અમદાવાદના ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું કરાયું આયોજન

Gujarat Desk