Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરત-સિટી બસના કારણે અકસ્માતથી ફરી એક મહિલાનું મોત, ઉમરા પોલીસે નોંધી ફરીયાદ

ટુ વ્હિલર લઈને આવતી મહિલાને સિટી બસે ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું છે. આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે. સુરત સિટી બસના કારણે ફરીથી એક વ્યક્તિનો જીવ ગયો છે. વારંવાર સિટી બસના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે બેદરકારી પૂર્વક બસ ચાલકો બસો ચલાવે છે.

ઉમરા વિસ્તારમાં પાર્લે પોઈન્ટ નજીક જ્યારે મહિલા અને તેમની પૂત્રી ટૂ વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અગાઉ સિટી બસના કારણ જૈન સાધ્વીજીને ટક્કર વાગતા પણ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવો શહેરભરમાં વધી રહ્યા છે. ત્યારે આ બનાવોમાં કરુણ મોત નિર્દોશ લોકોના થઈ રહ્યા છે. સુરત તેમજ અમદાવાદ સહીતના વિવિધ મોટા શહેરોની અંદર સિટી બસના કારણે  અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ગમખ્વાર રીતે શહેરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની વચ્ચે સિટી બસો ચાલે છે.

સુરતમાં ફરી આ પ્રકારે ઘટના સામે આવી હતી જેમાં મહિલાનું મોત નિપજતા  પરીવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. માતા પુત્રી જ્યારે ટુ વ્હિલર પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિટી બસ સામે આવી હતી અને તેના કારણે મોત માતાનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાઓને કાબુમાં લેવા માટે તંત્રએ પણ આ મામલે દરકાર લઈને કોઈ જરૂરી ઠોસ નિર્ણય લેવા જોઈએ.

संबंधित पोस्ट

ફિલ્મ ‘કિંગ’ ફક્ત શાહરુખની ફિલ્મ બની રહેવાને બદલે મલ્ટી સ્ટારર ફિલ્મમાં ફેરવાઈ

Gujarat Desk

ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

Gujarat Desk

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

દિલ્હી એરપોર્ટ પર ₹4.83 કરોડનું હાઇડ્રોપોનિક ગાંજું જપ્ત; મુસાફરની ધરપકડ

Gujarat Desk

પીએમ મોદી 6 જૂને ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

ગિફ્ટ સિટી ખાતે ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ’ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ–FTO’ વિષય પર એક દિવસીય વર્કશોપનું કરાયું આયોજન

Gujarat Desk