Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશબિઝનેસ

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

રાજ્ય સરકારના સહયોગથી એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઇમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી સુરતથી ઉડ્ડયન મંત્રીના હસ્તે સુરતથી અમરેલી હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.

આંતરરાજ્ય હવાઇ સેવા પુરી પાડનાર સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા આગામી 1 જાન્યુઆરી 2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ ચાર સેક્ટર પર દૈનિક ફ્લાઇટ શરૂ કરશે.

સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં મુસાફરી પૂર્ણ થશે. આ એરલાઇન્સનો તમામ વર્ગના લોકો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેક્ટર માટે એક સમાન રૂપિયા 1999 ટિકિટ દર રાખવામાં આવ્યો છે. નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારંભમાં મેયર હેમાલી બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડિરેક્ટર શ્રીમતી અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

संबंधित पोस्ट

બેંકો માટે ફી આવક નફાકારકતાનો નવો સ્તંભ બની…!!

Gujarat Desk

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિકાસ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસ મેળવવા અંગે જાહેરાત

Gujarat Desk

ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને હાઈકોર્ટનો કાનૂની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર

Gujarat Desk

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરાશે: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Gujarat Desk

ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા મળે છે અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક

Gujarat Desk

સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવી પુત્રની હત્યા કરનાર પિતાને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ

Gujarat Desk