Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ



(જી.એન.એસ) તા. 10

સુરત,

ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને ઇજા પંહોચતા પોલીસે હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી.

સરદાર માર્કેટમાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાય છે કે બે શખ્સ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકેની કામગીરી કરી છે તેઓ મહિલાઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. સિક્યુરીટી ગાર્ડ અને મહિલાઓ વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી. સામાન્ય બબાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જેના બાદ મહિલાઓના પરીવારના લોકોએ પણ સિક્યુરિટી ગાર્ડને માર્યા હતા. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ દોષિત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્યકુમાર રાજેશ કુમાર સીંગની ધરપકડ કરી. વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના સુરતમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં બે શખ્સો માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ઘટના મામલે ડીસીપીએ પ્રતિક્રિયા આપી હતી કે, ગત 6 એપ્રિલના રોજનો સુરત APMCના ગેટ નં.2 પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રીને માર મારતા જોવા મળે છે. જો કે, મહિલા તેના પતિ અને પુત્રી અવારનવાર શાકમાર્કેટમાં ચોરી કરવા માટે આવતા હતા. જેથી એ દિવસે સિક્યુરિટી ગાર્ડ મહિલા અને તેના પતિ-પુત્રીની ઓળખ કરી લેતા તેમને અંદર જતા રોક્યા હતા. જેમાં બોલાચાલી થઈ હતી. જેમાં મહિલાના પતિએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું માથુ ફાટી ગયું હતું. જ્યારે અન્ય એકના હાથે ફેક્ચર થઈ ગયું છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રી પર એટેક કર્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

संबंधित पोस्ट

ગ્રીનલેન્ડ હસ્તગત કરવાના અમેરિકાના પ્રયાસનો વિરોધ કરતા દેશો પર ટ્રમ્પે ટેરિફ લગાવવાની ચેતવણી આપી

Gujarat Desk

આજ નું પંચાંગ  (13/08/2025)

Gujarat Desk

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા સહિતના રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત

Gujarat Desk

સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક

Gujarat Desk