Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાના કાનૂન મંત્રીને પત્ર લખીને ન્યાયપાલિકાથી જોડાયેલી ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ શામેલ કરવાની માંગ કરી છે. ઓવૈસીએ કહ્યું કે તેલંગાણા ઉર્દુ ભાષાનું જન્મ સ્થાન છે. ઉર્દુ રાજ્યની આધિકારિક ભાષા પણ છે.

ઓવૈસીએ રાજ્યના કાનૂન મંત્રી બી જનાર્દન રેડ્ડીને લખેલા પત્રમાં કહ્યું હતું કે રાજ્યમાં 2021 અને 2022 માટે સિવિલ જજના 50 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં એપ્લાઇ કરવાવાળા વ્યક્તિ માટે તેલુગુ ભાષા ફાજિયાત રાખવામાં આવી છે. આ સાથે જ 100 માર્કના અંગ્રેજી પેપરમાં તેલુગુથી અંગ્રેજી ભાષાંતરની પણ વાત કરવામાં આવી છે.

નિયમો મુજબ 2017થી ઉર્દુને તેલંગાણામાં અધિકારીક ભાષાનો દરજ્જો મળેલો છે. આ સાથે જ ઉર્દુ રાજ્યની બીજી ઓફિશિયલ ભાષા પણ છે. જેથી રાજ્યના દરેક સરકારી કર્યો માટે તેલુગુની સાથે સાથે ઉર્દુ ભાષાનો પણ ઉપયોગ કરવો જોઈએ તેમ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું.

AIMIMના વડાએ આગળ લખ્યું કે 2018 પહેલા રાજ્યની તમામ શાળાઓમાં તેલુગુ ભાષા ફરજિયાત ન હતી. પહેલા આવું નહોતું. તેથી તેવી અપેક્ષા રાખવી નકામી છેકે અરજી કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો તેલુગુજાણકાર હોય.તેલંગાણાનો ઇતિહાસ ઘણી સમૃદ્ધ ભાષાઓથી ભરપૂર છે. 1966થી સંયુક્ત આંધ્ર પ્રદેશમાં તેલંગાણા પ્રદેશની સત્તાવાર ભાષા ઉર્દૂ છે. નોંધનીય છે કે 2020 સુધી રાજ્યમાં તેલુગુની ફરજિયાત અંગે કોઈ શરત નથી. તેથી સિવિલ જજની ભરતી માટે તેલુગુની સાથે ઉર્દૂનો વિકલ્પ પણ સામેલ કરવો જોઈએ.

संबंधित पोस्ट

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News

અમેરિકામાં ભારતીય સંગઠન બ્રિટનમાં વધપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સમર્થન આપે છે

Karnavati 24 News

 કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????

Karnavati 24 News

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે પધારશે ભુપેન્દ્ર પટેલ

Karnavati 24 News