Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સપ્ટેમ્બર માસમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૧૦૦%થી વધુ ઉછાળો…!!

ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ બમણાથી વધુ વધીને ૧૫૩૨૯ યુનિટ થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૬,૧૯૧ યુનિટ હતો. ટાટા મોટર્સે ફરી એકવાર બજારમાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર માસમાં ૬૨૧૬ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષની સરખામણીએ ૬૨% નો ઉછાળો દર્શાવે છે. તેનું કુલ EV વેચાણ (સ્થાનિક અને નિકાસ સહિત) ૯૬% વધીને ૯૧૯૧ યુનિટ થયું છે.

વર્તમાન ક્વાર્ટરમાં ટાટાના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ ૨૫,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે, જે તેના કુલ વેચાણના આશરે ૧૭% જેટલો હિસ્સો ધરાવે છે. નવી એન્ટ્રી આપનાર ટેસ્લાએ પણ સપ્ટેમ્બર મહિનામાં ૬૪ વાહનોનું વેચાણ કરીને ભારતીય બજારમાં પોતાની હાજરી નોંધાવી છે. જેએસડબલ્યુ એમજી મોટરે ગયા મહિને ૩૯૧૨ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું – જે પાછલા સપ્ટેમ્બર મહિનાના ૧૦૨૧ યુનિટની સરખામણીએ ત્રણ ગણો વધારો દર્શાવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે, તેણે ૩૨૪૩ ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા, જ્યારે ગયા વર્ષે આ આંકડો ફક્ત ૪૭૫ યુનિટ હતો.

અન્ય ઉત્પાદકોમાં, બીવાયડી ઇન્ડિયા ૫૪૭ યુનિટ, કિયા ઇન્ડિયા ૫૦૬ યુનિટ, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ૩૪૯ યુનિટ, બીએમડબલ્યુ ઇન્ડિયા ૩૧૦ યુનિટ અને મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા ૯૭ યુનિટનું વેચાણ કર્યું છે. ઉદ્યોગ નિષ્ણાતોના મત અનુસાર, ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં વધતા ગ્રાહક સ્વીકાર, સરકારી પ્રોત્સાહનો અને નવા મોડેલ લોન્ચિસના કારણે આવનારા મહિનાઓમાં પણ આ વૃદ્ધિ જાળવાઈ રહેશે.

संबंधित पोस्ट

ખાનગી બસમાં રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

Gujarat Desk

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

Gujarat Desk

આજ નું પંચાંગ (20/09/2025)

Gujarat Desk

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!

Gujarat Desk

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો વિકાસ દર ૬.૯૦% રહેવાનો અંદાજ : ફીચ

Gujarat Desk

અફઘાનિસ્તાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, 800 થી વધુ લોકોના મોત

Gujarat Desk