Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત સર્જાતાં ભારતે મીઠાની ગુણો મોકલી મદદ કરી

(જી.એન.એસ) તા. 24

કોલંબો,

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ગત સપ્તાહે થયેલા અતિ ભારે વરસાદને લીધે લગભગ ૧૫,૦૦૦ મે.ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. આથી મીઠાની એક બોરીની કિંમત પાંચ ગણી વધી ગઈ છે.

ભારે વરસાદને લીધે એક તરફ મીઠાનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે, તો બીજી તરફ ઉત્પાદિત મીઠાના ડુંગરો વરસાદમાં ધોવાઈ ગયા છે. આથી શ્રીલંકામાં મીઠાનું ઉત્પાદન નહીં સમાન બની રહ્યું છે. લોકો મીઠા જેવી અનિવાર્ય જીવન જરૂરિયાતની ચીજના ભાવ આસમાને પહોંચ્યા છે. મીઠાના વેપારીઓ જેમની પાસે મીઠાનો સ્ટોક છે તેઓ મલાઈ ખાઈ રહ્યા છે.

આ બાબતે મીડિયા સૂરો દ્વારા મળતી માહિતી મુજબ, શ્રીલંકામાં અત્યારે મીઠું ૧ કીલોના ૧૨૫ થી ૧૪૫ રૂપિયા સુધી પહોંચી ગયું છે તેનું કારણ તે છે કે દેશમાં સામાન્યત: થતાં કુલ ઉત્પાદનના ૨૩ ટકા જેટલું જ મીઠું પેદા થયું છે.

ભારતે આશરે ૩,૦૫૦ મે. ટન જેટલી મીઠાની ખેપ મોકલવા નિર્ણય કર્યો, પરંતુ ભારે વરસાદને લીધે તે પહોંચાડવામાં પણ વાર થાય છે. આ પૈકી ૨૮૦૦ મે.ટન નેશનલ સોલ્ટ કંપની દ્વારા મોકલાયું છે. ૨૫૦ મે.ટન સોલ્ટ પ્રાઇવેટ કંપનીઓએ મોકલ્યું છે. જોકે તત્કાળ તો ભારત સરકારે તે ખાનગી કંપનીઓને પૈસા ચુકવ્યા છે જોકે આગામી સપ્તાહે સ્થિતિ કાબુમાં આવી જશે તેવું અનુમાન છે.

संबंधित पोस्ट

ગુજરાતના પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે બેઠકમાં સહભાગી થઇ ભારત સરકાર સમક્ષ ગુજરાતના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા

Gujarat Desk

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત પ્રભારી ઋષિકેશ પટેલે લઈ સમીક્ષા કરી

Karnavati 24 News

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર અંગે જનજાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News

BMC ચૂંટણી 2026: ઠાકરે બંધુઓનું પુનઃમિલન નિષ્ફળ ગયું, ભાજપ-શિવસેના ગઠબંધન મુંબઈમાં જીત્યું

Gujarat Desk