Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

અનેક સરકારી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ કરીને 307 કલમ મુજબ જેલ હવાલે કર્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છવાઈ ગયો છે આજે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી કરણી સેના રાજપૂત સેવા સમાજ સહિતના લોકોએ વિદ્યાર્થી નેતા ને ન્યાય અપાવવા અને તેની સામે થયેલી ખોટી ફરિયાદ પાછી ખેંચી લેવા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યુવરાજસિંહને છોડાવવા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ થોડા સમય પહેલા પેપર લીક કાંડ નો પર્દાફાસ કર્યો હતો જેનો ખાર રાખી સરકારે તેના પર ખોટા કેસ દાખલ કર્યા છે જેને લઇ આજે જૂનાગઢના વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ હતો અને તેઓની માંગ છે કે તાત્કાલિક યુવરાજ સિંહને છોડવામાં આવે અને સરકાર તેના ઉપર ખાર રાખી રહી હોય તેવો પણ કરણી સેના ના લોકો તથા રેલીમાં જોડાનાર એ લોકોએ આક્ષેપ કર્યા હતા અને આ અંગે તાત્કાલિક યુવરાજસિંહની જેલ મુક્તિ થાય તેવી પણ માંગ ઉઠી હતી

संबंधित पोस्ट

ઝારખંડના સંમેદશીખરજી પાર્શ્વનાથ પર્વતરાજને પર્યટન સ્થળ જાહેર કરતા મોડાસા જૈન સમાજમાં આક્રોશ, કલેક્ટરને આવેદન પત્ર

Admin

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી

Karnavati 24 News

ટ્વિટર ડીલ પર ખુબ જ ગંદી રીતે ફસાયા વિશ્વના સૌથી અમીર ઈલોન મસ્ક, હજુ વધશે મુશ્કેલીઓ

Admin

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

CBSE 10મું પરિણામ 2022 : 20 જૂન સુધીમાં ધોરણ 10ની આન્સર શીટ તપાસો, પરિણામ 29 અથવા 30 જૂને આવી શકે છે

Karnavati 24 News