Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વઢવાણ-કોઠારીયા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત



(જી.એન.એસ) તા.૧૧

સુરેન્દ્રનગર,

વઢવાણ-કોઠારીયા હાઈવે પર ગત ડિસેમ્બર મહિનામાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ચાલક સહિત બે શખ્સને ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત બાદ નાસી છુટયો હતો. જે અંગે બાઈક ચાલકે વઢવાણ પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વઢવાણ સુડવેલ સોસાયટી મફતીયાપરા વિસ્તારમાં રહેતા અબ્દુલશા શુભરાતીનશા દિવાન અને મિત્રનો દિકરો મોઈન ખાન સોસાયટીમાંથી ગેબનશાપીર સર્કલ તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન હાઈવે પર બાઈકના શો-રૂમ પાસે પહોંચતા પાછળથી આવતી એક કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી બાઈકને અડફેટે લેતા ફરિયાદીના હાથે અને પગે ફ્રેકચર થયું હતું. જ્યારે મોઈન ખાનને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક નાસી છુટયો હતો. જે અંગે ભોગ બનનાર બાઈકચાલકે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (23/11/2025)

Gujarat Desk

રશિયાએ યુક્રેન પર 367 ડ્રોન અને મિસાઈલ છોડ્યા, 13ના મોત, અનેક ઘાયલ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૪૭૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત

Gujarat Desk

મધ્યપ્રદેશના પન્નામાં જાનૈયાઓ ભરેલી પિક અપ વાન ડિવાઈડર સાથે અથડાતા રસ્તા પર પલટી; 24 ઘાયલ

Gujarat Desk

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

Gujarat Desk