Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વડોદરા: સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા દર્દી રાતે અચાનક ભાગી જતા તંત્રમાં દોડધામ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, કોરોના પોઝિટિવ એક મહિલા દર્દી સયાજી હોસ્પિટલમાંથી ફરાર થઈ છે. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાની સયાજી હોસ્પિટલમાં પાદરાના આંતિ ગામની એક આધેડ મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાથી સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. મહિલાનો કોરોના રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવી હતી. આથી મહિલાને હોસ્પિટલમાં વધુ સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી રહી. પરંતુ મોડી રાતે મહિલા દર્દી અચાનક હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી. કોરોના પોઝિટિવ મહિલા દર્દી ભાગી જતા હોસ્પિટલ તંત્ર હેબતાઇ ગયુ હતું.

વડોદરામાં કોરોનાના 41થી વધુ કેસ

હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા મહિલાના ગામ અને ઘરે તપાસ કરી મહિલાની શોધ કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ગઇકાલે વડોદરામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 100,972 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. ગઇકાલે  5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 41થી વધુ છે.

संबंधित पोस्ट

બે દિવસ પહેલાં મોતની રીલ બનાવી, આજે માથું ધડથી અલગ

Gujarat Desk

આજે પ્રધાનમંત્રી મોદી લગ્ન પંચમી નિમિત્તે અયોધ્યામાં રામ મંદિરના ‘શિખર’ પર ભગવો ધ્વજ ફરકાવશે

Gujarat Desk

નેટ ડાયરેક્ટ ટેક્સ વસુલાત ૬% વધી રૂ.૧૧.૮૯ લાખ કરોડ પર પહોંચી…!!

Gujarat Desk

વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે અત્યાધુનિક સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત

Gujarat Desk

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ઇઝરાયલી રાષ્ટ્રપતિ નેતન્યાહૂને ‘જવાબદારીપૂર્વક વર્તો’ ની ચેતવણી

Gujarat Desk

Better Ca Sportsbook Software

Gujarat Desk