Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૯/૦૯/૨૦૨૨ના રોજ સુરત ખાતે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ સરકીટ હાઉસ ખાતે મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના વડપણ હેઠળ કાર્યક્રમના આયોજન અર્થે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીનો મુખ્ય કાર્યક્રમ તા.૨૯મીએ સવારે ૯.૦૦ વાગે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અંદાજીત રૂ.૩૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થશે.

બેઠકમાં મ્યુ.કમિશનર શ્રી બંછા નિધિ પાની તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી ૧૬ જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ બલર, વિપુલભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવડીયા, ડે.મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા જિલ્લા વહીવટીતંત્ર-મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ

Gujarat Desk

સરગાસણના દંપતિને ડિજિટલ એરેસ્ટ કરી ૨.૫૦ લાખ રૃપિયા પડાવી લીધા

Gujarat Desk

રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત

Gujarat Desk

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News

શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની સરસ્વતી વિદ્યાલયનો શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ યોજાયો

Gujarat Desk

મ્યાનમાર કૌભાંડ કેન્દ્રમાંથી થાઈલેન્ડ ભાગી ગયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે ભારતે લશ્કરી વિમાન તૈનાત કર્યું

Gujarat Desk