Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

લાકડાનાંવેપારીસાથેઅંજારનાંવરસામેડીસીમમાંઆવેલીખાનગીકંપનીએ૨.૯૧કરોડરૂપિયાનોચૂનોચોપડયો



(જી.એન.એસ) તા.૯

ગાંધીધામ,

ગાંધીધામ રહેતા લાકડાનાં વેપારી સાથે અંજારનાં વરસામેડી સીમમાં આવેલી ખાનગી કંપનીએ ૨.૯૧ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો. જેમાં દિલ્હી રહેતા ખાનગી કંપનીનાં ડાયરેક્ટર પતિ – પત્નીએ ફરિયાદીની લાકડાની કંપનીમાંથી કુલ ૪.૯૩ કરોડ રૂપિયાનો લાકડું ખરીદયો હતો જેની સામે કુલ ૨.૯૨ કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકી નીકળતા વેપારીનાં બે કરોડ રૂપિયા ન ચૂકવી તેમના સાથે છેતરપિંડી આચરી હતી. જેથી વેપારીએ કંપનીનાં ડાયરેક્ટર પતિ – પત્ની અને તેમના બે મેનેજર સહિત કુલ ચાર વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતો.  ગાંધીધામનાં વોર્ડ – ૭બી ગુરુકુળમાં રહેતા ૫૨ વર્ષીય રાજેન્દ્રભાઈ ગિરધરભાઈ વિઠલાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગાંધીધામનાં મીઠીરોહર ગામની સીમમાં આવેલી કમલેશ સેલ્સ કોર્પોરેશન નામની લાકડાની કંપની ચલાવે છે. જેમાં ફરિયાદીની કંપનીએ અંજારનાં વરસામેડી સીમમાં આવેલી નામધારી ટીમ્બર પ્રાઇવેટ લિમિટેડ અને વી વી વુડ એલ એલ પી નાં ડાયરેક્ટ આરોપી વઝીરસિંગ મનજીતસિંગ તેમજ તેમની પત્ની હરમીતકૌરને ૧ એપ્રિલ ૨૦૨૨ થી ૧ માર્ચ ૨૦૨૩ દરમિયાન ફરિયાદીની કંપની સાથે કરેલા હાઇસીઝ એલ એગ્રીમેન્ટ તેમજ લોકલ સેલ માટે ઈમ્પોર્ટન્ટ વુડ લાકડું જેની કિંમત રૂ. ૪,૯૩,૩૯,૩૯૩ણો મુદ્દામાલ ખરીદયો હતો.જેની સામે આરોપીએ ફરિયાદીને કુલ રૂ. ૨,૯૨,૪૭,૮૭૯ ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીનાં રૂ. ૨,૦૦,૯૧,૮૧૪ રૂપિયા આરોપીની કંપનીએ ફરિયાદીને ન ચૂકવી તેમના સાથે ઠગાઇ કરી હતી. જેથી ફરિયાદીએ નામધારી ટીમ્બર પ્રા. લી તેમજ વી. વી. વુડ એલ એલ પીનાં ડાયરેક્ટર વઝીરસિંગ મંજીતસિંગ તેમજ તેમની પત્ની હરમીતકૌરે તેમજ કંપનીનાં મેનેજર ઠાકર ભાઈ અને કંપનીનાં દિલ્હી ઓફિસનાં મેનેજર સોનુભાઈ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

Gujarat Desk

કેવો રહેશે તમારો આજનો દિવસ (20/05/2025)

Gujarat Desk

ગુજરાતમાં કમોસમી વરસાદ, ભારે પવન: 4 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો

Gujarat Desk

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

સુરતમાં પુણા ગામમાં સર્જાઈ દુર્ઘટના, ગેસનો બાટલો ફાટતાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat Desk