Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો, ચાર મહિનાની ટોચે…!!

ખાદ્ય પદાર્થો, મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ અને ટ્રાન્સપોર્ટ ઉપકરણોના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો (WPI) ઓગસ્ટ-૨૦૨૫માં વધીને ૦.૫૨ ટકા થયો છે, જે છેલ્લા ચાર મહિનાની ટોચ ગણાય છે.

જુલાઈ-૨૦૨૫માં જથ્થાબંધ ફુગાવો માઈનસ ૦.૫૮ ટકા હતો, જ્યારે જૂનમાં તે માઈનસ ૦.૧૯ ટકા રહ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ-૨૦૨૪માં આ દર ૧.૨૫ ટકા નોંધાયો હતો. ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, બિન-ખાદ્ય પદાર્થો, નોન-મેટાલિક મિનરલ પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ભાવ વધવાથી આ વધારો નોંધાયો છે.

ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી ઘટાડાનો દર ઓગસ્ટમાં ઘટીને ૩.૦૬ ટકા રહ્યો, જે જુલાઈમાં ૬.૨૯ ટકા હતો. શાકભાજીમાં ઘટાડાનો દર ૧૪.૧૮ ટકા નોંધાયો, જે જુલાઈમાં ૨૮.૯૬ ટકા હતો. કઠોળમાં ઘટાડાનો દર ૧૪.૮૫ ટકા રહ્યો, જ્યારે જુલાઈમાં તે ૧૫.૧૨ ટકા હતો. બટાકામાં ઘટાડાનો દર ૪૪.૧૧ ટકા રહ્યો, જે જુલાઈમાં ૪૧.૨૬ ટકા હતો. ડુંગળીમાં ઘટાડાનો દર વધીને ૫૦.૪૬ ટકા થયો, જે જુલાઈમાં ૪૪.૩૮ ટકા હતો.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઓગસ્ટ-૨૦૨૫માં ફુગાવો ૨.૫૫ ટકા રહ્યો, જ્યારે જુલાઈમાં તે ૨.૦૫ ટકા હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જાહેર કરાયેલા આંકડા મુજબ રિટેલ ફુગાવો પણ ઓગસ્ટમાં વધીને ૨.૦૭ ટકા નોંધાયો હતો, જે નવ મહિના પછીની વૃદ્ધિ દર્શાવે છે.

संबंधित पोस्ट

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News

ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે

Admin

RRU ખાતે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન 

Gujarat Desk

રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે: ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા ‘આક્રમક રીતે’ રદ કરશે : રાજ્ય સચિવ માર્કો રુબિયો

Gujarat Desk

IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું

Gujarat Desk