Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ અપડેટ કરવા, આ સાથે નવા આધારની નોંધણી કરવાની સુવિધા આપશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે.

1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે

યુઆઈડીએઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વેબસાઈટને માહિતી આપતા કહ્યું કે યોજનાના બીજા ભાગમાં બધા 1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે. અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે યુઆઈડીએઆઈ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો અને વધુમાં વધુ નાગરિકોને નોંધણી કરાવવાનો છે.

પોસ્ટમેન આધાર કિટની સાથે આવશે

યુઆઈડીએઆઈની આ યોજના હેઠળ વાત કરતા કહ્યું કે આ આધાર કાર્ડ ધારકોને આવશ્યક વિવરણને અપડેટ કરાવવા માટે પોસ્ટમેનને આવશ્યક ડિજિટલ ગિયર જેવા ડેસ્કટૉપ અથવા લેપટોપ આધારીત કિટ પ્રદાન કરશે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી બાળકની નોંધણી માટે ટેબલેટ અને મોબાઈલ-આધારિત કિટનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

સમઢીયાળા ગામે યોજાયેલ મહિલા સ્વ રોજગાર મેળા ના કાર્યક્રમમાં હાજરી આપતા સરપંચ ચિરાગભાઈ રાજાણી

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

જ્ઞાનવાપી કેસ: SC 5 મિનિટમાં સુનાવણી કરશે; કહ્યું- બનારસ કોર્ટે ચુકાદો ન આપવો જોઈએ

Karnavati 24 News

રિઝર્વ બેન્ક દ્વારા દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ઇ-રૂપી લોન્ચ કરી

Admin

સરકાર ખેડૂતોને આર્થિક રીતે ટકાઉ કૃષિ વ્યૂહરચના અપનાવવા પ્રોત્સાહિત કરે છે

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin