Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના બંધવડના સેવાભાવીએ કુતરીનું ઓપરેશન ડીસા જઈને કરાવીને જીવ બચાવ્યો રાધનપુર તાલુકાના બંધવડ ગામે ઠાકોરવાસમાં એક કુતરી વિવાય તેમ હતી અને અર્ધો દિવસ થયો પણ એ કુતરી વિયાણી નહિ માહોલ્લાના સેવાભાવી રામાજી લેબાજી ઠાકોરને ખબર પડી કે કૂતરીને કાંઈક તકલીફ લાગે છે અને જોયું તો કુતરી એકદમ નાજુક હાલત અને મરી જાય તેમ હતી તેમણે ગામડાઓના પશુ ડોક્ટરોનો સંપર્ક કર્યો અને માહિતી મેળવી પહેલા રાધનપુર પશુ દવાખાને કૂતરીને પોતાની ઘરની ગાડીમાં લઈને ગયાં અને ડોક્ટરને બતાવ્યું તો પશુ ડોક્ટરે કહ્યું કે આ કુતરી ચાર થી પાંચ કલાક જીવશે અને જો પાંચ કલાકમાં સારવાર નહીં મળે તો કુતરી મરી જશે રાધનપુરના પશુ ડોક્ટરે દાંતીવાડા અને ડીસાના પશુ દવાખાનાનું એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ તમે કૂતરીને લઈ જાઓ જીવદયાપ્રેમી એવા રામાજી ઠાકોરે પળનોય વિચાર કર્યા વગર તાત્કાલિક પોતાની ઘરની ગાડીમાં કૂતરીને લઈને ડીસા પશુ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં ડોક્ટરે કીધું કે કુતરીના પેટમાં બે ગલુડિયા મરી ગયા છે એટલે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ડીસા હોસ્પિટલમાં તાત્કાલિક કૂતરીનું ઓપરેશન કરાવ્યું અને ચાર ગલુંડીયા જીવતા જન્મ્યા અને બે મરેલા ગલૂડિયાં જન્મ્યા ઓપરેશન બાદ આજે પણ ચાર ગલુડીયા અને તેની મા બંને હેમખેમ છે અને બંધવડ ખાતે ઘરે લાવી દીધા છે

संबंधित पोस्ट

AMCમાં ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થતા; 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા

Gujarat Desk

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો પર્દાફાશ; અબુધાબીથી આવેલ 2 મુસાફરો પાસેથી આશરે 2 કરોડ 77 લાખનું સોનું ઝડપ્યું

Gujarat Desk

યુએસ ટેરિફ બાદ ટેક્સટાઈલ નિકાસ માટે યુરોપીયન માર્કેટમાં નવી તકો…!!

Gujarat Desk

ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

Gujarat Desk

Le offerte verso rso nuovi acquirenti e le promo an eta sono

Gujarat Desk

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News