Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 4 ફલાઇટમાં 796 વિદ્યાર્થીઓ દેશમાં પરત ફર્યા

ઓપરેશન ગંગમાં ભારતીય વિદ્યાર્થીને પરત લાવવા માટે સતત ગતી તેજ કરવામાં આવી છે. જેમાં આજે રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં વાયુસેનાની ફલાઇટોમાંથી 796 વિદ્યાર્થીઓ દેશમાં પરત ફર્યા છે. સી 17 ગ્લોબ ગઈંકાલે સવારે 4.30 કલાકે નીકળ્યા હતા ત્યારે આજે એક પછી એક એમ રાત્રેથી સવાર સુધીમાં 4 ફલાઇટો આવી છે.

રાત્રે 1.20 કલાકે એક ફલાઇટ રોમાનિયા થી આવી હતી બીજી ફલાઇટ 208 વિદ્યાર્થીઓ સાથે હંગેરી થી આવી હતી જ્યારે ત્રીજી ફલાઇટ વહેલા 4 વાગ્યા ની આસપાસ અન્ય 208 વિદ્યાર્થીઓ સાથે આવી હતી તો સવારે 8 વાગે અન્ય એક ફલાઇટ રોમાનિયા થી પરત આવી હતી એમ 4 ફલાઇટ પરત ફરી છે.

અત્યાર સુધી 4000થી વધુ ભારતીયો ઘરે સુરક્ષિત લવાયા છે. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓનું સ્વદેશમાં તેમના માતા પિતા પરિવારજનો રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ પણ 7 હજારથી વધુ ભારતીયો ત્યાં ફસાયા છે. ત્યારે આગામી 24થી 48 કલાકની અંદર બીજા 15 એર વિમાનો ભારત આવવાના હતા જેમાં હજુ પણ 8 જેટલી ફલાઇટ આવશે.

વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો ઘણી દયનીય સાબિત થઇ રહી છે. વીડિયો કોલ થી વિદ્યાર્થીઓએ તેની જાણકારી પણ આપી રહ્યાં છે કે ત્યાં કેવી પરિસ્થિતિ છે. હજુ પણ વિધ્યાર્થીઓ સરહદ પાર ફસાયા છે.

संबंधित पोस्ट

 જામનગરના સાંસદ દ્વારા વિયેટનામ એસેમ્બલી ચેરમેન વુઓંગ દિન્હ હુએ અને હાઈ લેવલ પાર્લામેન્ટ્રી ડેલીગેશનનું સ્વાગત કરાયું

Karnavati 24 News

ઈટલીમાં કોરોના કેસમાં રેકોર્ડબ્રેક વધારો, એક દિવસમાં પ્રથમ વખત 20 લાખ કેસને પાર

Karnavati 24 News

યુરોપિયન સંસદના પ્રમુખ ડેવિડ સાસોલીનું 65 વર્ષની વયે અવસાન થયું

Karnavati 24 News

યુક્રેનથી દિવનો વિદ્યાર્થી પરત ફરતા તેમના મા-બાપ મા છવાઈ ખુશીની લહેર

Karnavati 24 News

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

Karnavati 24 News

PM મોદી વિશ્વના સૌથી સુખી દેશમાં: બેરોજગારોને પગાર, નામ રાખવા માટે કાયદો; જાણો ડેનમાર્ક સાથે જોડાયેલી રસપ્રદ વાતો