Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં આગામી ૯૬ કલાક સુધી ડ્રોન ઉડાડવા પર અને તા.૧૫-મે સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ



તંત્રને સહકાર આપવા રાજ્યના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અપીલ

સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે: શ્રી વિકાસ સહાય

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી ૯૬ કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા.૧૫-મે, ૨૦૨૫ સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જરૂરી નોટિફિકેશન જાહેર કરવા જિલ્લા કલેકટરશ્રીઓ અને સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણય અનુસંધાને તંત્રને યોગ્ય સહકાર આપવા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.

પ્રચંડ અવાજ કરતા ફટાકડાથી લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થઈ શકે છે, જે હાલના સંજોગોમાં હિતાવહ નથી. આવા કૃત્યો રોકવા માટે તમામ પ્રકારના જોરદાર અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા અંગે જરૂરી નોટિફિકેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

આ સાથે, આગામી ૯૬ કલાક (૪ દિવસ) સુધી કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા UAV/ ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવી આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશ્નરશ્રી તેમજ જિલ્લા પોલીસ વડાશ્રીઓને સૂચના આપી છે.

संबंधित पोस्ट

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin

સુરત ખાતે ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું શ્રવણ કર્યું

Gujarat Desk

આજ નું પંચાંગ (06/06/2025)

Gujarat Desk

અમદાવાદની મણિનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

Gujarat Desk

G RAM G બિલ, MGNREGA ને બદલે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી સાથે કાયદો બન્યો

Gujarat Desk

પાલડીમાં થારના ચાલકે અકસ્માત સર્જ્યો, ટોળાએ કારમાં તોડફોડ કરી

Gujarat Desk