Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું



(જી.એન.એસ) તા.૨૦

જુનાગઢ,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૦મા  પદવીદાન સમારંભ બાદ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા  પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.જુનાગઢ  કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિમાં જુદા જુદા પાકો પર પ્રયોગો થતા હોય છે, જેની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યરત પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની પ્રવૃત્તિઓ નિહાળી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીની આ મુલાકાત દરમિયાન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વી.પી.ચોવટીયા, પ્રાકૃતિક કૃષિ ફાર્મના હેડ પી.જે. ગોહિલ, એસ. કે. છોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ત્યારબાદ  કામધેનુ યુનિવર્સિટી અંતર્ગતના પશુ ઉછેર કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

संबंधित पोस्ट

નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે

Gujarat Desk

નિવૃત્ત થઈ રહેલા રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભકામનાઓ પાઠવી

Gujarat Desk

ટેરિફ તણાવ વચ્ચે રશિયન ક્રુડની ખરીદી ધીમી પડી, પરંતુ હજુ ટોચનો સપ્લાયર…!!

Gujarat Desk

પશ્ચિમ રેલવે દ્વારા આગામી 30 જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન

Gujarat Desk

જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવનગર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

Karnavati 24 News

UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા, વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો

Gujarat Desk