Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે હરિયાણાના કેબિનેટ મંત્રી શ્ર રાવ નરબીર સિંહ

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

હરિયાણા રાજ્ય સરકારના ઉદ્યોગો અને વાણિજ્ય,વન-પર્યાવરણ અને વન્યજીવન, વિદેશ સહકાર તથા સૈનિક અને અર્ધ સૈનિક કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.

મંત્રી શ્રી રાવ નરબીર સિંહે પ્રકૃતિ અને માનવ કલ્યાણ માટે રાજ્યપાલશ્રી દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન તેમજ શિક્ષણ, આરોગ્ય તથા સંસ્કૃતિ પર આધારિત સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રી વચ્ચે કૃષિ, સહકાર, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.

संबंधित पोस्ट

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

Karnavati 24 News

મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા

Gujarat Desk

રાહુલ ગાંધીએ બિહારમાંથી મતદાર અધિકાર યાત્રા શરૂ કરી

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Gujarat Desk

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો : ભારતીય ફંડોમાં મોટાપાયે ઉપાડ…!!

Gujarat Desk

આજ નું પંચાંગ (02/06/2025)

Gujarat Desk