Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસની સ્પર્ધામાં સચિવાલય જીમખાનાના ખેલાડીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું



(જી.એન.એસ) તા.1

ગાંધીનગર,

ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના બાળકો- યુવાનોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવે  અને  તેમાં સહભાગીતા વધે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વર્ષોથી ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગર સેક્ટર-૨૧ જીમખાનામાં રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રસ‌ ધરાવતા મોટી સંખ્યામાં કર્મયોગી- ખેલાડીઓએ લોન ટેનિસમાં ભાગ લીધો હતો તેમ,સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.     

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસની સ્પર્ધામાં ગાંધીનગરમાં સચિવાલય જીમખાનાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ મેડલ હાંસલ કર્યા હતા. જેમાં લોન ટેનિસ રમતમાં ૪૦ વર્ષ વય જૂથ સિંગલ્સની શ્રેણીમાં શ્રી રવિરાજ જાડેજાએ  ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો‌. આ ઉપરાંત  લોન ટેનિસ રમતમાં ૬૦ વર્ષ વયજૂથ સિંગલ્સની શ્રેણીમાં શ્રી એચ. ડી. સેઇલર બ્રોન્ઝ મેડલ અને લોન ટેનિસ રમતમાં ૬૦ વર્ષ વયજૂથ ડબલ્સની શ્રેણીમાં શ્રી શીરીસ સુતરીયા અને શ્રી હેમંત વ્યાસે બ્રોન્ઝ મેડલ  પ્રાપ્ત કર્યો હતો.

संबंधित पोस्ट

ગુજરાત સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” બની આશીર્વાદરૂપ

Gujarat Desk

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા ‘આક્રમક રીતે’ રદ કરશે : રાજ્ય સચિવ માર્કો રુબિયો

Gujarat Desk

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિતે રથોનું શરૂ થયું રંગરોગાન

Gujarat Desk

મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા

Gujarat Desk

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News